IPL 2024માં ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યર KKRની કિસ્મત બદલશે: ઈયોન મોર્ગન
નવી દિલ્હીઃ કોલકત્તા નાઈટ રાઈડર્સના માટે ઈંન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 પહેલા બે મોટી ખુશખબર આવી છે. એક તો કેકેઆરમાં નવા રોલમાં ગૌતમ ગંભીરની વાપસી થાય છે ત્યારે કેપ્ટન શ્રેયસ અય્યર પણ ટીમમાં પરત ફર્યો છે. દરમિયાન આઈપીએલ 2024નું ઓક્શન યોજાયું હતું.
કોલકત્તા નાઈટ રાઈડર્સના માટે ઈંન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 તદ્દન વિશિષ્ટ બની શકે છે. આઈપીએલ 2023માં શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હતો અને એવામાં કેકેઆરની કપ્તાની નીતીશ રાણાએ સંભાળી હતી, આ સિઝન માટે શ્રેયસ અય્યરની ટીમમાં વાપસી થઈ ગઈ છે, અને તે સિવાય કેકેઆરને બીજી વાર પોતાની કેપ્ટનશીપમાં આઈપીએલ ચેમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીર પણ નવી ભૂમિકામાં ટીમમાં પરત ફર્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં કેકેઆરની કેપ્ટનશીપ કરી ચુકેલા ઈયોન મોર્ગનનું માનવું છે કે, ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યર મળીને કેકેઆરની કિસ્મત બદલી શકે છે.
કેકેઆર 2022 અને 2023માં સાતમાં સ્થાને હતુ. તેણે આઈપીએલની અગામી સિઝન માટે ગંભીરને માર્ગદર્શક તરીકે નિયુક્ત કર્યો છે. ગંભીરની આગેવાનીમાં અગાઉ કેકેઆર બે વખત ટાઈટલ જીત્યું છે. કેકેઆર એના સિવાય કેપ્ટનના રૂપમાં શ્રેયસ અય્યર પરત ફરવાની જાહેરાત કરી દીધી છે. શ્રેયસ અય્યર પણ આ દિવસોમાં સારા ફોર્મમાં છે. જેનો કેકેઆરને ફાયદો થઈ શકે છે. મોર્ગને જણાવ્યું કે, ‘હું માનું છું કે છેલ્લી ટૂર્નામેન્ટમાં શ્રેયસ અય્યરની ખૂબ જ ખોટ જોવા મળી હતી અને ચોક્કસપણે નિતિશ રાણાએ પણ સારુ પ્રદર્શન કર્યું હતું.
(PHOTO-FILE)