રિલીઝ પહેલા જ સાલારએ બગાડ્યો શાહરુખની ડંકીનો ખેલ
મુંબઈઃ બોક્સ ઓફિસ પર વર્ષ 2023ની સૌથી મોટી કટોકટી હવે સમાપ્ત થવા જઈ રહી છે. મોટી સ્ક્રિન પર 21 ડિસેમ્બરે શાહરુખ ખાનની ફૈમિલી-કોમેડી ડ્રામા ‘ડંકી’ રિલીઝ થશે અને 22 ડિસેમ્બરે ડાર્ક ડાયસ્ટોપિયન ડ્રામા ‘સાલાર’ થિયેટરમાં રજુ થશે. બંન્ને ફિલ્મોનો ક્રેઝ દર્શકોના માથા પર ચઢી બોલી રહ્યો છે અને એની સાથે બંન્ને ફિલ્મોની ધડાધડ એડવાંસમાં ટીકીટ વેચાઈ રહી છે. જો કે, પ્રભાસની ‘સાલાર’નું એડવાંસ બુકિંગે શાહરુખ ખાનની ‘ડંકી’નો ખેલ બગાડી નાખ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, શાહરુખ ખાન પઠાન અને જવાન પછી હવે ‘ડંકી’ આ વર્ષની ત્રીજી બ્લોકબલ્ટર ફિલ્મ આપવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે ત્રણ બેક ટુ બેક ફ્લોપ ફિલ્મ આપ્યા પછી પણ પ્રભાસ પોતાની ફિલ્મ સાલારની રાહ જોઈને બેઠો છે. બંન્ને ફિલ્મોની રાહ જોઈ રહેલા દર્શકો એક્સાઈટેડ છે. આજે એડવાંસ બુકિંગમાં પ્રભાસની ફિલ્મ સાલારે શાહરુખ ખાનની ‘ડંકી’ ને મોટો ઝાટકો આપ્યો છે. ડંકીની હજી સુધી 3.83 લાખ ટિકિટ વેચાઈ છે. જેના પરિણામે ડંકીએ એડવાંસ બુકિંગથી રૂ. 10.92 કરોડની કમાણી કરી છે. જ્યારે બીજી તરફ સાલારે એડવાંસ બુકિંગમાં 7.74 લાખ ટિકિટનું વેચાણ થઈ ગયું છે. જેથી સાલારે એડવાંસ બુકિંગમાં અત્યાર સુધી 16.92 કરોડ કમાણી કરી છે.
એડવાંસ બુકિંગમાં સાલારે શાહરુખ ખાનની ડંકીથી વધારે કમાણી કરી છે. જોવાની વાત એ છે કે ડંકી ગુરુવારે રિલિઝ થવાની છે એવામાં શાહરુખ ખાનની ફિલ્મ પાસે પ્રી ટિકિટ વેચવામાં આજનો જ સમય હતો. જ્યારે શુક્રવારે પ્રભાસની ફિલ્મ થિયેટરમાં લાગશે.