મસ્જિદ માટે અન્ય જગ્યાએ જમીન આપવામાં આવે અમે તેના હક્કમાં નથી: મૌલાના અરશદ મદની
- જ્ઞાનવાપી અને શાહી ઈદગાહ અંગે તાજેતરમાં કોર્ટે કર્યો નિર્દેશ
- કોર્ટના નિર્દેશ ઉપર મૌલાનાએ પ્રતિક્રિયા આપી
- પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટનું સમ્માન હોવુ જોઈએ
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં સુપ્રસિદ્ધ મથુરામાં સ્થિત શાહી ઈદગાહ અને વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ મુદ્દે મૌલાના અરશદ મદનીએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કોર્ટના આદેશને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટના આદેશને માનીશુ, સુપ્રીમ કોર્ટ અમારી કોર્ટ છે. તેની ઉપર અમારી આસ્થા છે. પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટનું સમ્માન હોવુ જોઈએ.
મથુરા અને વારાણસીમાં સર્વેના સવાલ ઉપર મદનીએ જણાવ્યું હતું કે, સર્વે કરાવામાં કોઈ વાંધો નથી, જો સર્વે યોગ્ય હશે તો મસ્જિદ નીકળશે. તેમણે કહ્યું કે, અયોધ્યા વાળી જગ્યા અમારી હતી. જેના બદલામાં જો મસ્જિદ માટે જમીન આપવામાં આવે તો અમે તેના હક્કમાં નથી. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સ્વામિત્વને લઈને વારાણસીની એક અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં સર્વેને લઈને કરવામાં આવેલા નિર્દેશને પડકારવામાં આવેલી તમામ અરજીઓ ફગાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્ઞાનવાપી મામલે એએસઆઈએ તાજેતરમાં જ કોર્ટમાં સીલ બંધ કરવામાં રિપોર્ટ રજુ કર્યો હતો. આ રિપોર્ટને જાહેર કરવાની માંગણી સાથે હિન્દુ પક્ષે માંગણી કરી હતી. જ્યારે મુસ્લિમ પક્ષે રિપોર્ટને જાહેર કરવાની માંગણીનો વિરોધ કર્યો હતો. જ્યારે તાજેતરમાં જ મથુરામાં શાહી ઈદગાહના સર્વેને લઈને કોર્ટે નિર્દેશ કર્યો હતો. જેનો પણ મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો.