CM કેજરિવાલની મુશ્કેલી વધી, હોસ્પિટલો માટે દવાની ખરીદી મામલે LGએ તપાસના આદેશ કર્યાં
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ અન્ય એક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI તપાસ)ને તપાસના આદેશ આપ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, LGએ દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓના મામલે તપાસના આદેશ આપ્યા છે. લોકોની ફરિયાદના આધારે AAPની સરકારી હોસ્પિટલોએ આડેધડ દવાઓ ખરીદી હતી. આ દવાઓ સરકારી અને ખાનગી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પરીક્ષણ દરમિયાન નિષ્ફળ હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ અનુસાર, એલજીએ સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા ખરીદેલી અપ્રમાણિક દવાઓને લઈને આ આદેશ આપ્યા છે. એજન્સીના રિપોર્ટ અનુસાર લોકોની ફરિયાદના આધારે AAP સરકારે આડેધડ રીતે હોસ્પિટલો માટે દવાઓની ખરીદી કરી હતી. આ દવાઓ સરકારી અને ખાનગી પરીક્ષણ પ્રયોગશાળાઓમાં પરીક્ષણો દરમિયાન પરિમાણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે.
દિલ્હીની સીએમ કેજરિવાલની સરકાર હાલ અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. કથિત દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયા સહિતના નેતાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ જ કેસમાં તાજેતરમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને પુછપરછ માટે બોલાવ્યા હતા. જો કે, કેટલાક કારણોસર તેઓ ઈડી સમક્ષ હાજર રહી શક્યા ન હતા. પરંતુ તેમણે પોતાનો લેખિત જવાબ ઈડીને મોકલી આપ્યો હતો. બીજી તરફ કેજરિવાલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.તેમજ ખોટી રીતે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.