મહિલાઓ તેમના ચહેરાને નિખારવા માટે શું -શું નથી કરતી? ખાસ કરીને મહિલાઑ મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને પાર્લરની મુલાકાત લે છે. પરંતુ તેના ફાયદા ઓછા અને નુકસાન વધુ છે કારણ કે તેમાં કેમિકલ હોય છે. જેના કારણે ચહેરાની ચમક જતી રહે છે. જો તમે આ સિઝનમાં કુદરતી રીતે ગ્લોઈંગ સ્કિન મેળવવા માંગતા હોવ તો બીટરૂટનો ઉપયોગ કરો.
બીટરૂટના ફાયદા
બીટરૂટમાં એન્ટીઑકિસડન્ટ ગુણો જોવા મળે છે, જે ચહેરા પરની કરચલીઓ અને ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચાને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે, કારણ કે તેમાં વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ચહેરાને પણ ટોન કરે છે. જો તમે તેને ચહેરા પર લગાવો છો, તો તે ચહેરાને નરમ બનાવે છે અને ત્વચાને ગુલાબી રંગ આપે છે. તો આવો અમે તમને જણાવીએ કે બીટરૂટનો ફેસ પેક બનાવવાની રીત…
સામગ્રી
બીટરૂટ – 1 મોટો
દહીં- 2 ચમચી
ગુલાબજળ
બનાવવાની રીત
– સૌ પ્રથમ બીટરૂટને સારી રીતે પીસી લો.
– એક બાઉલમાં બીટરૂટ અને દહીંને સારી રીતે મિક્સ કરો અને થોડીવાર માટે રાખો.
– હવે તેમાં ગુલાબજળ ઉમેરો.
આ રીતે કરો ઉપયોગ
– સૌ પ્રથમ તમારા ચહેરાને પાણીથી ધોઈને સૂકવી લો.
– હવે આ પેકને 20 થી 30 મિનિટ માટે લગાવો.
– જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો અને ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો.