આજે તુલસી પૂજન દિવસ, જાણો તુલસી પૂજાનું વિશેષ મહત્વ
આજે સમગ્ર દુનિયામાં જ્યાં પણ સનાતનીઓ વસવાટ કરે છે તેઓ તુલસી પુજન દિવસની ઉજવણી કરી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખુબજ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. તુલસીને માતા લક્ષ્મીજીનું સ્વરુપ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે, જે ઘરમાં તુલસીનો છોડ છે તે ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. આવા ઘરમાં રહેતા લોકોના જીવનમાં કોઈ પણ સંક્ટ કે મુશ્કેલી આવતી નથી. તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને દુર કરે છે, નિયમિત રીતે તુલસીના છોડની પુજા કરવાથી ભગવાન શ્રી વિષ્ણુજી પ્રસંન્ન થાય છે.
દરરોજ વહેલી સવારે તુલસીના છોડના દર્શન કરીને પાણી ચડાવવું જોઈએ, છોડને પાણી અર્પણ કરતા પહેલા હળડડ અર્પણ કરવી જોઈએ. શ્રદ્ધાળુઓએ દરરોજ તુલસીના છોડની 7,11,21 અને 111 પરિક્રમા કરવી જોઈએ અને તે બાદ માતા તુલસીનું ધ્યાન કરવું જોઈએ. દરરોજ સાંજે તુલસીના છોડને દિવો અર્પણ કરવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં કલહ-કલેશનું વાતાવરણ નહીં બને અને સુખ સમૃદ્ધિમાં વધારો થશે.
- તુલસીના છોડની પુજાનું વિશેષ મહત્વ
હિન્દુ ધર્મમાં તુલસીને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેની નિયમિત પુજા કરવા અને દર્શન કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. એવુ કહેવાય છે કે, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બિરાજમાન હોય છે. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પામવા માટે તુલસી પુજાની અવશ્ય પુજા કરવી જોઈએ.