વિદેશનો મોહ ભારે પડ્યો, US જતાં ગુજરાતીઓને ફ્રાન્સથી પરત મોકલતા પોલીસે શરૂ કરી તપાસ
અમદાવાદઃ ગુજરાતીઓમાં અમરીકા, કેનેડા સહિતના દેશોમાં નોકરી, ધંધાર્થે જવાનો ક્રેઝ વધુ જોવા મળે છે. એમાં ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા જિલ્લાના લોકોમાં ગમે તેમ કરીને વિદેશ જવાનો મોહ જોવા મળે છે. ઘણા લોકો અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે લાખો રૂપિયા એજન્ટોને આપતા હોય છે. તાજેતરમાં 230 જેટલા ભારતીય પ્રવાસીઓ એજન્ટના કહેવાથી દૂબઈ પહોંચીને ત્યાંથી નિકારાગુઆ જવા ખાનગી વિમાન ભાડે કર્યું હતું. નિકારાગુઆથી અમેરિકામાં સરળતાથી દેરકાયદે ઘુંસણખોરી કરી શકાતી હોવાથી એજન્ટના સેટિંગ મુજબ 230 ભારતીયો દૂબઈથી નિકારાગુઆ જઈ રહ્યા હતા. દરમિયાન ખાનગી વિમાનને ફ્યુઅલ માટે ફ્રાન્સના એરપોર્ટ પર લેન્ડ કરાતા પોલીસે માનવ તસ્કરીની શંકાથી વિમાનને રોકી દેવામાં આવ્યું હતુ. તપાસ બાદ તમામ પ્રવાસીઓને મુબઈ પરત મોકલી દેવાયા છે, જેમાં ઘણાબધા પ્રવાસીઓ ગુજરાતી હોવાથી ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી માટે જતાં ખાનગી વિમાનને ફ્રાન્સમાં રોકી દેવામાં આવ્યુ હતું. ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ખાનગી વિમાનની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઈટને રોકીને તપાસ હાથ ધરી હતી. જેમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા.જેમાં 21 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ હતા. કહેવાય છે. કે, આ પ્રવાસીઓ પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે. આથી કબૂતરબાજી અને એજન્ટને લઇને CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવવામાં આવી છે. તપાસમાં 4 ડીવાયએસપી, 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. ભોગ બનનારા પરિવારના નિવેદનો લઈને CID ક્રાઇમ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરમાં સીઆઇડી ક્રાઈમના એસપીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં કથિત ઘુંસણખોરી માટે જતાં અને ફ્રાન્સથી પરત ફરેલા ગુજરાતના પ્રવાસીઓની DGPની સૂચનાથી તપાસ હાથ ધરવામાં આવી છે. મંગળવારે સવારે પ્રવાસીઓ મુંબઈ સુધી પરત ફર્યા છે. આમાં અમુક ગુજરાતી લોકો પણ પરત આવ્યા છે. અને આ લોકોની જે માહિતીને આધારે ગુજરાત CID ક્રાઇમ તપાસ કરી રહી છે.
સીઆડી ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કબુતરબાજી કાંડમાં તપાસ માટે અલગ અલગ 4 ટીમ બનાવવામાં આવી છે. ફ્રાન્સથી ડિપાર્ટ થયેલા ગુજરાતી પ્રવાસીઓમાં મુખ્યત્વે ઉતર ગુજરાતના બનાસકાઠાં, પાટણ, મહેસાણા તેમજ આણંદ જિલ્લાના છે. પ્રવાસીઓ મંગળવારે સવારે મુંબઈ પહોચ્યા છે. ગુજરાત પોલીસની ટીમ તેમના સંપર્કમાં પણ છે. અને પ્રવાસીઓ પરત આવ્યા બાદ પોલીસ તેમની સાથે સંકલન કરીને એજન્સી અથવા એજન્ટ મારફત ક્યાં ડોક્યુમેન્ટ અને ક્યા પ્રોમિસિસના આધારે જવાના પ્રયાસ કરતા હતા. તેની તપાસ કરશે.