ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે નિયમોમાં કર્યો ફેરફાર, હવે MCQ પદ્ધતિથી પરીક્ષા લેવાશે
ગાંધીનગર: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર, સિનિયર ક્લાર્ક. તલાટી-મંત્રી સહિત વિવિધ ભરતી કરવામાં આવતી હોય છે. આમ વર્ગ-3ની ભરતીની પરીક્ષામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના ભરતી બોર્ડ દ્વારા વિવિધ સંવર્ગની સમયાંતરે ભરતી કરવામાં આવતી હોય છે. ભૂતકાળમાં જાહેર પરીક્ષામાં પેપેર ફુટવાની ઘટના પણ બની હતી. અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવામાં તંત્રને ફરજ પડી હતી. વર્ગ-3ની ભરતીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો હોય છે. તેથી સરકાર ઓનલાઈન પરીક્ષા લઈ શકાય તે માટે MCQ પદ્ધતિ અપનાવવાનું વિચારી રહી હતી.
ગુજરાત સરકારે સરકારી ભરતીના નિયમો બદલી દીધાં છે. એટલે કે, સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. પરંતુ હવે વર્ગ-3ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે,હવે તેમાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે.