અયોધ્યા બન્યું રામમય, પીએમ મોદીના રોજ શોમાં જયશ્રી રામના નારા લાગ્યાં
અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અયોધ્યા પહોંચ્યાં હતા. એરપોર્ટ ઉપર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી પીએમ મોદીનો ભવ્ય રો-શો યોજાયો હતો. રોડ-શો દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા રામ ભક્તોનું પીએમ મોદીએ અભિવાન ઝીલ્યું હતું. ચુસ્ત પોલીસ બંદબોબસ્ત વચ્ચે 16 કિમી લાંબો રોજ-શોનું આયોજન કરાયું હતું.
અયોધ્યામાં પીએમ મોદીના આગમનને લઈને સ્થાનિક લોકો અને સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તુલસી ઉદ્યાન અને છોટી દેવકાળીમાં પીએમના સ્વાગત માટે લોક કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન ભક્તોએ પીએમ મોદી ઉપર ફુલોની વર્ષા કરી હતી. તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યાં હતા. અયોધ્યામાં જય શ્રીરામના નારાને પગલે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
https://www.facebook.com/BJP4India/videos/675075844768928?locale=hi_IN
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખડાઉ ભેટમાં આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન રામ પથ ઉપર લોકોએ ઘંટ વગાડ્યો હતો, તેમજ શ્લોકનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. દરમિયાન લોકોએ પીએમ મોદી પર ફૂલ વરસાવ્યા હતા. જેથી કારમાંથી બહાર આવીને પીએમ મોદી હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદીના રોડ શોમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આંનદીબેન પટેલ અને સીએમ યોગી પણ જોડાયાં હતા. રોડ-શોમાં પીએમ મોદીના સ્વાગતમાં સ્થાનિકોની સાથે મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ જોડાયાં હતા.