1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના નારોલમાં મેડિકલના ગોદામમાં લાગેલી ભીષણ આગ 6 કલાક બાદ કાબુમાં આવી
અમદાવાદના નારોલમાં મેડિકલના ગોદામમાં લાગેલી ભીષણ આગ 6 કલાક બાદ કાબુમાં આવી

અમદાવાદના નારોલમાં મેડિકલના ગોદામમાં લાગેલી ભીષણ આગ 6 કલાક બાદ કાબુમાં આવી

0
Social Share

અમદાવાદઃ  શહેરના નારોલ વિસ્તારમાં ગુજકોમાસેલ પાસે આવેલા શ્રીનાથ એસ્ટેટમાં એક મેડિકલના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડની 18 ગાડીઓ સાથે 50થી વધુ જવાનોનો કાફલો દોડી ગયો હતો. અને 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. મેડિકલના ગોદામમાં સોલ્વન્ટનું કેમિકલ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી. જેને કાબુમાં લેવા માટે જહેમત ઊઠાવવી પડી હતી.

શહેરના નારોલ વિસ્તારમાં આવેલા શ્રીનાથ એસ્ટેટમાં એક મેડિકલના ગોદામમાં મોડીરાત્રે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડની કુલ 18 જેટલી ગાડીઓ અને 50થી વધુ ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. 6 કલાકની ભારે જહેમત બાદ મેડિકલના ગોડાઉનમાં લાગેલી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરના નારોલ વિસ્તારમાં કાદમવાડા ફેક્ટરીની સામે આવેલા શ્રીનાથ એસ્ટેટના એક ગોડાઉનમાં આગ લાગી હતી. જેથી ફાયરબ્રિગેડની પ્રથમ ચાર જેટલી ગાડીઓ સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચતા આગ વિકરાળ જોવા મળી હતી. મેડિકલનું ગોડાઉન હતું, જેમાં દવા બનાવવા માટે વપરાતું કેમિકલ, પતરા, શેડ સહિતની જગ્યાએ આગ લાગી હતી. જેથી આગ ભીષણ બનતા ફાયરબ્રિગેડની કુલ 18 જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો 50 કર્મીના સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.ત્યારબાદ બે કલાક કુલિંગ કરવાની કામગીરી પણ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી હતી. આગનું કારણ જાણવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા એફએસએલને બોલાવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code