1. Home
  2. ગુજરાતી
  3. દરેક રામને એક લક્ષ્મણની જરુર છેઃ ડો. એસ.જયશંકર
દરેક રામને એક લક્ષ્મણની જરુર છેઃ ડો. એસ.જયશંકર

દરેક રામને એક લક્ષ્મણની જરુર છેઃ ડો. એસ.જયશંકર

0
Social Share

નવી દિલ્હીઃ પોતાની વિદેશી કુટનીતિને કારણે ચર્ચામાં રહેનારા વિદેશ મંત્રી એ,.જયશંકર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર પોતાની પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’થી ચર્ચામાં છે. પુસ્તકના વિમોચનમાં ડો. એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં મહાકાવ્ય ‘રામાયણ’નો ઉલ્લેખ કરાયો છે. ભગવાન શ્રી રામજી, લક્ષ્મણજી અને હનુમાનજીના માધ્યમથી ભારતના ઉત્થાનનું પુસ્તકમાં વર્ણન કરાયું છે.

પુસ્તકના વિમોચન દરમિયાન ડો. એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, ઉત્થાનના વર્ણન કરતા રામાયણને એ સંદર્ભમાં ઉલ્લેખ કરાયો છે કે, ભગવાન શ્રી રામજી ધનુષ પર પ્રત્યંચા ચઢાવે છે તે મંચ ઉપર તેમના આગમનનું પ્રતિક છે. તેમણે તેની તુલના ભારત સાથે કરતા કહ્યું કે, ભારત પણ તે સમયની ખુબ જ નજીક છે. વિદેશ મંત્રીએ પુસ્તકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેવી રીતે આપણે પરિવર્તન બિંદુ પર છીએ જ્યાં અનેકવાર અગ્નિપરીક્ષા આપવી પડે છે. ભગવાન શ્રી રામજીએ અનેક વાર અગ્નિપરીક્ષા આપી છે. ભગવાન શ્રી રામજીને અનેકવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

તેમણે કહ્યું કે, રામાયમમાં અનેક ડિપ્લોમેટ છે જેઓ ભગવાન શ્રી રામજી અને લક્ષ્મણજી વિશ્વાસુ હતા. રામાયણમાં તમામ લોકો હનુમાનજીની લોકો વાત કરે છે પરંતુ ત્યાં એક અંગદ પણ હતા. રામાયણમાં હાજર તમામ વ્યક્તિઓનું વિશેષ મહત્વ છે, ભારતમાં આપણે રામજી-લક્ષ્મણજીના પ્રેમની વાત કરીએ છીએ. દરેક રામજીને એક લક્ષ્મણજીની જરુર છે. જે તમારી પાસે વિશ્વસનીય દોસ્ત અને સહયોગી છે. જેથી તમામનું કલ્યાણ થાય છે.

જયશંકરએ દશરથના ચાર પુત્ર રામજી, ભરતજી, લક્ષ્મણજી અને શત્રુધ્નજીનો ઉલ્લેખ કરતા ક્વાડને પણ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે, રાજા દશરથજીના ચારેય પુત્રોમાં મૌલિક સમાનતા છે. જ્યારે રામજી વનવાસ ગયા ત્યારે લક્ષ્મણજી પણ તેમની સાથે ગયા હતા. જંગલમાં રામજી અને લક્ષ્મજીને મળવા માટે ભરતજી અને શત્રુધ્નજી ગયા હતા. તેમનામાં એક સમાનતા હતી જે ચારેયને જોડતા હતા. આવુ જ ક્વાડ સાથે છે. આપણે અલગ-અલગ છીએ તેમ છતાંય સાથે છીએ, આ આપણા ક્વાડની વિશેષતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code