નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આદેશ જાહેર કર્યો. યુક્રેન વિરુદ્ધ લડનાર વિદેશી નાગરિકોને સહપરિવાર નાગરિકતા આપવાની જાહેરાત કરી. આ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સ્પેશિયલ સૈન્ય અભિયાન’ માટે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે માટે તેઓ અરજી કરી શકે છે. પુતિને જાહેર કરેલ આદેશ અનુસાર અરજીકર્તાઓએ ખુદના ડોક્યુમેન્ટની સાથે સાથે જીવનસાથી, બાળકો અને માતા પિતાના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.
આ દેશ સશસ્ત્ર બળ તથા અન્ય સૈન્ય સંરચનાઓ ધરાવતા વૈગનર સમૂહના લોકો પર પણ લાગુ થઈ શકે છે. આ આદેશનો ઉદ્દેશ્ય સૈનિકોની વધુ સંખ્યામાં ભરતી કરવાનો છે. રશિયા તરફથી લડતા લોકોનો અધિકૃત આંકડો જાહેર કર્યો નથી.
tags:
President Vladimir Putin