રામમંદિરને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણાવી હિંદુઓની સૌથી મોટી જીત, મક્કા-મદીના પર શું બોલ્યા બાગેશ્વરધામના પ્રમુખ?
નોઈડા: બાગેશ્વરધામ પ્રમુખ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણને સનાતન ધર્મ અને હિંદુઓ માટેની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યા જવાની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યુ છે કે કોઈ અભાગ્યો જ હશે જેને આ દિવસનો ઈન્તજાર નથી. તેમણે કહ્યુ છે કે વિશ્વભરમાં વસવાટ કરતા ભારતીય મૂળના લોકોને આનો ઈન્તજાર હતો. જો કે તેમણે એ પણ કહ્યુ છે કે રામમંદિર બની ગયું, પરંતુ હજી જ્ઞાનવાપી અને મથુરા બાકી છે.
એએનઆઈ સાથેની વાતચીત કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ છે કે આજ સુધીના સમસ્ત સનાતનીઓની, હિંદુઓની સૌથી મોટી જીત છે. આ ઉત્સવ દિપાવલીથી ઘણો ખાસ છે. નિશ્ચિતપણે કોઈ અભાગ્યો હશે જે આ દિવસની રાહ નહીં જોતો હોય, અમને તો છે, રામભક્તોને પણ છે, માત્ર ભારતીયોને જ નહીં ભારતીય મૂળના વિદેશોમાં રહેનારા લોકો છે તેમને પણ છે. અમારું એ કહેવું છે કે આ દિવસે દિવાળી ઉજવો, ઉત્સવનો ઉત્સાહ છે. પુછશો નહીં વાણી ઓછું બોલે છે, આંખો બોલે છે. ઠુમકો લગાવવાનું મન કરે છે, અયોધ્યાજી જવાની ઈચ્છા થાય છે.
એક ટેલિવિઝન ચેનલ સાથેની વાતચીતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ છે કે જે લોકો ભગવાન રામનું સમ્માન કરી શકતા નથી, તે અપમાન પણ ન કરે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યુ છે કે અમને તેમની આસ્થા, તેમના ભગવાનને ખરાબ ગણાવ્યા નથી, તેમના ભગવાનના પુરાવા માંગ્યા નથી. બાગેશ્વરધામના પ્રમુખે કહ્યુ છે કે અમે મક્કા-મદીના પર ક્યારેય આંગળી ચિંધી નથી, અજમેર પર ક્યારેય આંગળી ઉઠાવી નથી. અમે તેમની ભાવનાઓનો કેટલો ખ્યાલ કરી રહ્યા છીએ.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ છે કે પહેલીવાર આખા વિશ્વનું મીડિયા કવર કરશે, આ હિંદુ રાષ્ટ્રની જીત છે. તેમણે કહ્યુ છે કે આપણા રામ મર્યાદાપુરુષોત્તમ છે. જાતિવાદથી ઉપર છે. સંપૂર્ણ વિશ્વની એકતા પર વિશ્વાસ કરે છે. અધર્મ કરનારાઓને ઠેકાણે લગાવે છે. રામ શબરીના એંઠા બોર ખાય છે. નર થઈને વાનરનું માન વધારે છે.