ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન રામના અપમાનનો આરોપ, એક્ટ્રેસ નયનતારા વિરુદ્ધ FIR
જબલપુર: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દેખાડાય રહેલી ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન શ્રીરામનું અપમાન અને હિંદુ સમુદાયની ભાવનાઓને આહત કરવાનો આરોપ લગાવાય છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને લીડ એક્ટર નયનતારા સહીત આખી સ્ટાર કાસ્ટ સામે મધ્યપ્રદેશના જબલપુરમાં ધાર્મિક બાવનાઓને ભડકાવવાના મામલે હિંદુ સેવા પરિષદ દ્વારા એફઆઈઆર કરાવવામાં આવી છે.
હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાનીએ કહ્યુ છે કે અન્નપૂર્ણી ફિલ્મમાં ઘણાં એવા દ્રશ્યો છે, જે હિંદુ ધર્મના આરાધ્ય મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનું અપમાન કરે છે. ફિલ્મમાં ભગવાન શ્રીરામ વિરુદ્ધ અનર્ગલ ટીપ્પણીઓ કરીને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડાય છે. જેસવાનીએ કહ્યુ છે કે ફિલ્મમાં લવજેહાદ દેખાડવામાં આવી છે. ફિલ્મના કલાકાર દ્વારા એ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું છે કે ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન જાનવરોને મારીને માંસ ખાતા હતા.
હિંદુ સેવા પરિષદે જબલપુરના ઓમતી પોલીસ સ્ટેશનમાં મંગળવારે ફિલ્મ અન્નપૂર્ણીને હિંદુ વિરોધી ગણાવતા નિર્માતા-નિર્દેશક સાથે સ્ટાર કાસ્ટ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. નિર્દેશક નિલેશ કૃષ્ણા, એક્ટ્રેસ નયનતારા, નિર્માતા જતિન સેઠી અને નિર્માતા રવિન્દ્રન, નિર્માતા પુનીત ગોઈકા, સારિકા પટેલ અને મોનિકા શેરગિલ વિરુદ્ધ પોલીસે આઈપીસીની કલમ- 153 અને કલમ-34 હેઠળ કેસ દાખલ કર્યો છે.
ફિલ્મના વિવાદીત દ્રશ્યો સામે એફઆઈઆર-
1— ફિલ્મના આખરી સીનમાં બિરયાની બનાવતા પહેલા મંદિરના પૂજીરીની દીકરી હિજાબ પહેરીને નમાજ પઢે છે
2— આરોપ છે કે એક્ટરના મિત્ર ફરહાને એક્ટ્રેસનું બ્રેનવોશ કરીને માંસ કપાવ્યું, કારણ કે તેનું કહેવું છે કે ભગવાન શ્રીરામ અને માતા સીતા પણ માંસ ખાતા હતા.
3— ફિલ્મમાં એક્ટ્રેસ મંદિર નહીં જઈને ફરહાનના ઘરે રમઝાન ઈફ્તાર કરવા જાય છે. ફિલ્મમાં યુવતીના પિતા સંધ્યા આરતી કરી રહ્યા છે અને દાદી માળા જાપ કરી રહી છે, પરંતુ તેમની પુત્રીના માંસ ખાવા અને ખવડાવવાના દ્રશ્ય પરસ્પર જોડાયેલા છે.
4— એક્ટ્રેસના પિતા એક મંદિરના મુખ્ય પૂજારી છે. તેઓ વિષ્ણુ ભગવા માટે સાત પેઢીઓથી ભોગ બનાવી રહ્યા છે, પરંતુ તેમની પુત્રીને ચિકન-માંસ રાંધતા દેખાડવામાં આવી છે
5— હિંદુ પૂજારીની પુત્રી મુસ્લિમ યુવકના પ્રેમમાં પડી જાય છે, જે રમઝાન ઈફ્તાર માટે જતી દર્શાવવામાં આવી છે. હિંદુ યુવતીને નમાજ માટે પ્રેરીત કરાય રહી છે
6 – ફિલ્મમાં ફરહાન નામના કલાકાર દ્વારા કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભગવાન લક્ષ્મણ, શિવ અને ભગવાન મુરુગન પણ જાનવરોને કાંપીને માંસ રાંધીને ખાતા હતા.
7—ફિલ્મમાં ફરહાન નામના કલાકાર દ્વારા પ્રભુ શ્રીરામના વનવાસ દરમિયાન જંગલોમાં જાનવરોને કાપીને માંસ રાંધીને ખાવાની વાત કહેવામાં આવી છે
8—ફિલ્મમાં એક બ્રાહ્મણ યુવતીને મુસ્લિમ ધર્મ માટે પ્રેરીત કરવી અને આપણા ધાર્મિક ગ્રંથો જેવા કે રામાયણ, પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોનો દુરુપયોગ કરીને ખોટા તથ્યો સાથે ભગવાનોને અપમાનિત કરવાનું પ્રદર્શિત કરાયું છે