ગુજરાત અને ડીપી વર્લ્ડએ ભારતીય રાજ્યોમાં લોજિસ્ટિક્સને મજબૂત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગરઃ ડીપી વર્લ્ડએ ગુજરાત સરકારની સાથે રૂ. 25,000 કરોડ (રૂ.250 બિલિયન)ના મલ્ટિપલ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુસ) સાઈન કર્યા છે, જેમાં નવા પોર્ટ્સ, ટર્મિનલ્સ અને ઇકોનોમિક ઝોનને કવર કરવામાં આવ્યા છે, તેના દ્વારા વિકસતા ભારતીય રાજ્યમાં વેપારને ટેક આપવાની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે.
ગાંધીનગરના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન સાઈન કરવામાં આવેલા આ એમઓયુમાં ગુજરાતના વિકાસના રોલ મોડલ અને રાષ્ટ્રના વિકાસના એન્જિન તરીકે તેના લોજિસ્ટિક્સ અને મરિનટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેતા આગળ વધારશે.
ડીપી વર્લ્ડ જૂથના ચેરમેન અને સીઇઓ સુલ્તાના અહમેદબિન સુલાયેમ એ ગુજરાતમાં સંભવિત રોકાણ અંગેના એમઓયુની આપલે , શ્રી એમ કે દાસ, એડિશનલ ચીફ સેક્રેટરી, ગુજરાત સરકારની સાથે તેના યુએઇ પ્રેસિડેન્ટ હિઝ હાઈનેસ શૈખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યન તથા ભારતના માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ગાંધીનગર ખાતે યોજાયેલી સમિટમાં કરવામાં આવી છે.
આ એમઓયુસમાં ગુજરાતમાં વેપારને સરળ બનાવવાની ડીપી વર્લ્ડની પ્રતિબદ્ધતાને દર્શાવે છે:
- દક્ષિણ ગુજરાત તથા કચ્છ તરફના ગુજરાતના પશ્ચિમ કિનારાની આસપાસમાં મલ્ટી-પર્પઝ ડીપ-ડ્રાફ્ટ
- જામનગર અને કચ્છમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ
- ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ્સ (જીસીટી) અને દહેજ, વડોદરા, રાજકોટ, બેડી તથા મોરબી ખાતે પ્રાઈવેટ ફ્રેટ સ્ટેશન્સ
ડીપી વર્લ્ડએ ગુજરાત મેરિટાઈમ બોર્ડની સાથે પણ કરાર સાઈન કર્યા છે, જેના દ્વારા ગુજરાતના દરિયાકાંઠે વધારાના બંદરો વિકસાવવા માટે સંયુક્ત તકોને ઓળખી શકાય.
એમઓયુ સાઈન વિશે ડીપી વર્લ્ડ જૂથના ચેરમેન અને સીઇઓ સુલ્તાન અહમેદ બિન સુલાયેમ કહે છે, “અમે ભારત પ્રત્યે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ, અહીં અમે 20 વર્ષથી કાર્યરત છીએ. આ સમયમાં, અમે લગભગ 2.5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને આગામી 3 વર્ષમાં આ પ્રોજેક્ટ્સમાં વધુ રોકાણ કરવા જઈ રહ્યા છીએ. સરકારની નીતિ અને અમારા અહીંના અનુભવ એ અમને ભારતમાં કંઇક વધુ કરવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. ગુજરાતમાં અમે 2003થી હાજર છીએ અને અમને રાજ્યની વિકાસગાથાનો હિસ્સો બનતા ગર્વ છે. ગુજરાતમાં વેપારને વધુ સક્ષમ બનાવવા માટે તેના લોજિસ્ટિક્સ અને મેરીટાઈમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા દ્વારા રાજ્યમાં અમારી ભાગીદારી ચાલુ રાખવા બદલ અમને ગર્વ છે.
ડીપી વર્લ્ડના હાલ ગુજરાતના રોકાણમાં મુંદ્રામાં કન્ટેનર ટર્મિનલ્સ સહિત, અમદાવાદ અને હઝીરા ખાતે રેલ સાથે જોડાયેલ ખાનગી ફ્રેટ ટર્મિનલ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત અને ભરૂચમાં કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ, અમદાવાદ અને ગાંધીધામમાં ફ્રેટ ફોરવર્ડિંગ ઓફિસ તથા રાજ્યભરમાં એક્સપ્રેસ કાર્ગો સેવાઓનો સમાવેશ થાય છે. વધુમાં, ડીપી વર્લ્ડએ પ્રાંતમાં બિઝનેસ માટે વૈશ્વિક જોડાણની પણ ખાતરી રાખી છે, તેના માટે તેઓ ડીપી વર્લ્ડ યુનિફીડર ગ્રુપ દ્વારા મુંદ્રા, કંડલા અને હઝીરા પોર્ટને વિવિધ આંતરરાષ્ટ્રીય પોર્ટની સાથે જોડતી સાપ્તાહિક સુવિધા પૂરી પાડે છે. કંપનીએ તાજેતરમાં જ એક અલગ જ પ્રકારની સમર્પિત રેલ ફ્રેટ સેવા, ‘સરલ’ શરૂ કરી છે, જે દક્ષિણ ગુજરાત જેવા કે, સુરત, વાપી, વલસાડ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરને નોર્થ કેપિટલ રિજ્યોન (એનસીઆર)ના તથા તેની આસપાસના બજારો સાથે જોડશે.
25મી ઓગસ્ટ 2023ના રોજ ડીપી વર્લ્ડએ કંડલાના ટુના-ટેકરા ખાતે વાર્ષિક 2.19 મિલિયન ટીઇયુ મેગા-કન્ટેનર ટર્મિનલના વિકાસ અને સંચાલન તથા જાળવણી માટે 510 મિલિયન ડોલરના કન્સેશન કરાર દીનદયાલ પોર્ટ ઓથોરિટીની સાથે સાઈન કર્યા છે. પ્રારંભિક રીતે, આ ગ્રીનફિલ્ડ ટર્મિનલ્સમાં અત્યાધુનિક સાધનો હશે અને 1,100 મીટરની બર્થ હશે જે 18000થી પણ વધુ ટીઇયુના અત્યાધુનિક જહાજોનું સંચાલન કરવા સક્ષમ હશે.