1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોઃ FIEO દ્વારા રિવર્સ-બાયર સેલર મીટમાં 18750 કરોડના વેપારની શક્યતા
‘વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોઃ FIEO દ્વારા રિવર્સ-બાયર સેલર મીટમાં 18750 કરોડના વેપારની શક્યતા

‘વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોઃ FIEO દ્વારા રિવર્સ-બાયર સેલર મીટમાં 18750 કરોડના વેપારની શક્યતા

0
Social Share

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના 20 દેશોના અંદાજે એક હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) અને ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા ટ્રેડ શોમાં ” રિવર્સ બાયર- સેલર મીટ”(RBSM) અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP) યોજવામાં આવ્યો હતો.  આ ‘રિવર્સ બાયર- સેલર મીટ’ (RBSM)ની સફળતા વિશે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના (FIEO) વેસ્ટર્ન રીજનલ હેડ  રિશી કાંત તિવારીએ જણાવ્યું છે કે, આ ‘રિવર્સ બાયર- સેલર મીટ'( RBSM)માં ભારતના નિકાસની દૃષ્ટિકોણથી વિશ્વભરના મહત્વના દેશોના ખરીદદાર આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. જેના થકી અંદાજે રૂ. 18750  કરોડનો વેપાર થવાની સંભાવના છે. આ મીટમાં ઓમાન, ઉઝબેકિસ્તાન, તાંઝાનિયા,  વિયેતનામ, મોરેશિયસ,  ઇથોપિયા,  ઇજિપ્ત, બાંગ્લાદેશ, શ્રીલંકા જેવા દેશના આયાતકારો જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ભારતના જે પણ નિકાસકાર જોડાયા હતા તેમના  પ્રતિભાવ આપતા FIEOને જણાવ્યું હતું કે, તેઓ આ કાર્યક્રમથી પુર્ણરૂપથી સંતુષ્ટ છે અને આવા કાર્યક્રમનું ભવિષ્યમાં આયોજન કરવા અનુરોધ કર્યો હતો. આ મહત્વના રિવર્સ બાયર- સેલર મીટ'( RBSM)માં ગુજરાતના નિકાસકારો સહભાગી થઈ લાભ લીધો હતો. આ ઉપરાંત ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી સહભાગી થયેલા નિકાસકારોએ ગુજરાત સરકારને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવા બદલ આભાર માન્યો હતો.

આ જ સ્થળે ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP) યોજવામાં આવ્યો હતો. જેમાં ટીવીએસ, એમજી હેકટર,દીપક નાઇટ્રેટ, નેસ્લે, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ (HAL),નવીન ફ્લોરિન એડવાન્સ સાયન્સ લિમિટેડ, રત્નવિર પ્રિસીસંસ લિમિટેડ સહિતની 18 કંપનીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લઈને તેમણે પોતાની પ્રોડક્ટ અને કંપની વિશેની માહિતી આપી હતી. આ પ્રોગ્રામ થકી સપ્લાય નેટવર્ક મજબૂત કરવા માટે વિવિધ સપ્લાયર સાથે સંપર્ક મજબૂત કરવા સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તા.12 જાન્યુઆરીના રોજ સાઉથ કોરિયાની કોરિયન ઇમ્પોર્ટ એસોસિયેશન (KOIMA) અને બોતસ્વાના દેશની બોતસ્વાના એક્સપોર્ટર એન્ડ મેન્યુફેકચરિંગ એસોસિયેશન (BEMA) વચ્ચે MoU થયા હતા.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code