રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ: લખનૌ હાઈવે પર બેરિયર લગાવી બદલવામાં આવી વ્યવસ્થા, આયોધ્યા નહીં જાય આ વાહનો
લખનૌ: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ પર રામમંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રવિવારે માલવાહક વાહનોના આવાગમન પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. ગોરખપુર પોલીસે પણ રવિવારે લખનૌ હાઈવે પરના બાધાગાડા અને કાલેસરમાં બેરિયર લગાવી દીધા છે.
ગોરખપુરથી લખનૌ જનારા માલવાહનક વાહનોને 22 જાન્યુઆરી સુધી બડહલગંજ, આઝમગઢ થઈને પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના માર્ગે મોકલવામાં આવશે. જેમણે બારાબંકી જવાનું છે, તેમને કાલેસરથી જંગલ કૌડિયા ફોરલેન બાઈપાસના માર્ગે સિદ્ધાર્થનગર, બલરામપુર થઈને બારાબંકી અને લખનૌ મોકલવામાં આવશે.
એસપી વાહનવ્યવહાર શ્યામદેવે કહ્યુ છે કે રવિવારથી જ ડાયવર્ઝન પ્રભાવી થઈ ગયું છે. દવા, રસોઈ ગેસ સિલિન્ડર અને ઓઈલ ટેન્કર્સને ડાયવર્ઝનથી મુક્ત રાખવામાં આવ્યા છે. બસની સાથે જ ખાનગી વાહનોના આવાગમન પર કોઈ રોક નથી.
એડીજી ઝોન ડૉ. કે. એસ. પ્રતાપ કુમારે રવિવારે ઝોનના તમામ પોલીસ અધિકારીઓની સાથે વર્ચુઅલ બેઠક કરી. એસપી, સીઓને નિર્દેશ આપવામાં આવ્યો કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થનારા કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક થાય નહીં.
એવી વ્યવસ્થા બનાવો કે શ્રદ્ધાલુઓના આવાગમનમાં કોઈ મુસ્કેલી થાય નહીં. ત્રણ દિવસ પહેલા એડીજીએ સંતકબીરનગર, બસ્તી અને ગોંડા જિલ્લાનું ભ્રમણ કરીને વાહનવ્યવહાર ડાયવર્ઝનના પ્રસ્તાવિત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.