ભૂજઃ કચ્છના અંજાર વિસ્તારમાં આવેલી એક સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા આગ ફાટી નિકળી હતી. એકાએક આગ લાગતા શ્રમિકોમાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવમાં સાત જેટલા શ્રમિકો દાઝી ગયા હતા. જેમાં 4 વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે લઈ રિફર કરવામાં આવ્યાં હતાં. તેમાંથી એક વ્યક્તિનું રસ્તામાં મોત નિપજ્યું હતું. જ્યારે વધુ 2 વ્યક્તિના સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યાં હતા આમ આ બનાવમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. હાલ હાલ એક વ્યક્તિની અમદાવાદ ખાતે તેમજ અન્ય 2 શ્રમિકોની આદિપુર ખાતે સારવાર ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા 7 શ્રમિકો ગંભીરરીતે દાઝી ગયા હતા.. જેમાં ત્રણ કામદારોના મોત નિપજ્યા હતા. ચાલુ કામમાં અચાનક સ્ટીલ કંપનીની ભઠ્ઠી ઉભરાઈ ગઈ હતી. સ્ટીલ પીગાળતા સમયે બનેલી આ ઘટનામાં 7 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યાં હતા. શ્રમિકો દાઝી જતાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી સાત જણાને આદિપુર ડિવાઇન લાઇફ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 4ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. જેમાંથી એકનું સારવાર નિવડે તે પહેલાં જ રસ્તામાં મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે અન્ય 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવને લીધે શ્રમિકો જીવ બચાવવા ભાગમભાગ કરતા જોવા મળ્યાં હતા. જીવ બચાવવા માટે એક શ્રમિકે કંપનીના ઉપરના માળેથી છલાંગ લગાવી હતી. શ્રમિકો સળગળા સળગતા જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો ચારની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.