ભારતના ઈતિહાસમાં પ્રથમવાર શનિવારે ખુલ્યું શેરબજાર
22 જાન્યુઆરીએ ભારતીય શેરબજારમાં કારોબાર બંધ રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખી મહારાષ્ટ્ર સરકારે રજા જાહેર કરી છે, જેથી સોમવારે શેરમાર્કેટમાં કારોબાર નહીં થાય. આ તરફ શનિવારની રજા છતાં આજે શેરબજારમાં કારોબાર ચાલી રહ્યો છે, એવું પહેલીવાર બન્યું છે કે, શનિવાર હોવા છતાં શેરમાર્કેટમાં આખો દિવસ કારોબાર ચાલશે. આજે શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી હતી.
600 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સમાં 71 હજાર 800ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 200 અંકનો વધારો જોવા મળ્યો હતો. પાવરગ્રેડ અને NTPC ટોપ ગેનર છે..તો, ત્રિમાસિક પરિણામ બાદ HULનો સ્ટોક બે ટકા સુધી તૂટ્યો હતો.