- વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીએ ધ્વજ ફરકાવી શુભેચ્છા પાઠવી
- આરએસએસ મુખ્યાલયમાં મોહન ભાગવતે ફરકાવ્યો ત્રિરંગો
નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન સરહદો પર તૈનાત દેશના સૈનિકો પણ ઉજવણી કરી હતી. 75માં ગણતંત્ર દિવસના અવસર પર ભારત અને ચીનની સરહદ પર તૈનાત ITBP સૈનિકોએ પણ ધ્વજ ફરકાવીને દેશને અભિનંદન પાઠવ્યા હતા. બરફથી ઢંકાયેલા પહાડો પર અસ્થિર વાતાવરણ હોવા છતાં, ભારતીય સૈનિકો ખંતપૂર્વક દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં ધ્વજ ફરકાવ્યો હતો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ તેમના નિવાસસ્થાને ધ્વજ ફરકાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યો. તેમણે દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે 75માં પ્રજાસત્તાક દિવસના અવસર પર નાગપુરમાં RSS મુખ્યાલયમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો.
દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી શરૂ થઈ ગઈ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પ્રસંગે જયપુરમાં ધ્વજ ફરકાવ્યો હતો. ભજનલાલ શર્મા પહેલીવાર રાજસ્થાનના મુખ્યપ્રધાન બન્યા છે અને મુખ્યપ્રધાન તરીકે પહેલીવાર તેમણે તેમના નિવાસસ્થાને જ ધ્વજ ફરકાવ્યો હતો. સમગ્ર દેશમાં આજે ગણતંત્ર દિવસની ધામધૂમથી અને દેશભક્તિના માહોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્કૂલોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.