ભારત દર વર્ષની જેમ આજે પણ પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. બધી બાજુ રોનક જોવા મળી રહી છે. ભારતનો દરેક નાગરીક આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી બધા લોકો દેશભક્તિની લાગળીમાં ડૂબી ગયા છે. આજે ખાસ અવસર પર દેશભક્તિ સાથે જોડાયેલા ગીતો જણાવીએ, જેને સાંભળી તમારામાં ઉત્સાહ જાગશે.
• રંગ દે બસંતી ચોલા..
શહીદ ફિલ્મનું આ ગીત ‘મેરે રંગ દે બસંતી ચોલા’ લોકોના હ્રદયમાં દેશભક્તિ જગાડે છે. આજે પણ લોકો તેને સરસ સાંભળે છે. ગણતંત્ર દિવસ અન્ સ્વતંત્રતા દિવસ પર ખૂબ વગાડવામાં આવે છે.
• સંદેશે આતે હૈ…
બોર્ડર ફિલ્મ રિલીઝ થયાને ઘણા વર્ષો થઈ ગયા છે, પણ ફિલ્મનું આ ગીત લોકોનાં હોઠ પર છે. ફિલ્મનું આ ગીત ભારતીય સેનાઓના જીવન વિશે જણાવે છે. કેવી રીતે સૈનિક પોતાનો પરિવાર છોડીને આપણી સુરક્ષામાં રોકાયેલા રહે છે. આજે આ ગીતનો આનંદ લઈ શકો છો.
• દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિએ…
વર્ષ 1986માં આવેલ ‘કર્મા’ ફિલ્મનું ગીત ‘દિલ દિયા હૈ જાન ભી દેંગે એ વતન તેરે લિએ’ જેટલું જુનું છે એટલું લોકોને ગમે છે. ગીતના શબ્દો સાંભળવાવાળાના હ્રદયમાં ઉંડા ઉતરી જાય છે. આજે પણ દર્શકોને આ ગીત ખૂબ પસંદ આવે છે, અને ખૂબ રસથઈ સાંભળવાવામાં આવે છે.
• એ વતન મેરે વતન…
આલિયા ભટ્ટની ફિલ્મ ‘રાઝી’નું આ ગીત ‘એ વતન મેરે વતન’ લોકોના મનમાં દેશ ભક્તિ જગાડવા માટે પૂરતું છે. ખાસ અવસર પર સાંભળી શકો છો.
• તેરી મિટ્ટી…
બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું ગીત ‘તેરી મિટ્ટી’ વર્ષ 2019માં રિલીઝ થયું હતુ. આ ગીત માટે સિંગર બી. પ્રાકને બેસ્ટ પ્લે બેક સિંગરનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મનું ગીત સાંભળી તમારી આંખો ભીની થઈ જશે.