પાલનપુર માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક, વરિયાળીના ભાવ મણના 5511 રૂપિયા બોલાયા
પાલનપુરઃ જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે રવિપાકનું સારીએવું ઉત્પાદન થયું છે. જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં રવિપાકની આવક શરી થઈ ગઈ છે. ડીસા યાર્ડમાં નવા બટાકાની ધૂમ આવક થઈ રહી છે. જ્યારે પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરી, ઘઉં, એરંડા, રાયડો,વરીયાળી, જુવાર, રાજગરો, પાકની આવક થઈ રહી છે. એકંદરે સારા ભાવ મળતા ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડમાં વરિયાળી શનિવારે 10 બોરીની આવક નોંધાઇ હતી. જેમાં પ્રતિ 20 કિલોના 5,511 રૂપિયાનો ભાવ બોલાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર માર્કેટ યાર્ડમાં શનિવારે એરંડાની 1218 બોરીની આવક થઈ હતી. પ્રતિ 20 કિલોના 1,163 રૂપિયા ભાવ બોલાયા હતો. જ્યારે ઘઉંની 133 બોરીની આવક નોંધાઈ હતી. જેમાં પ્રતિ 20 કિલોનો 591 રૂપિયાનો ભાવ બોલાયો હતો. તેમજ બાજરીની 198 બોરીની આવક નોંધાઈ હતી. જેનો પ્રતિ 20 કિલોનો ભાવ 476 રૂપિયાનો બોલાયો હતો. આ ઉપરાંત યાર્ડમાં રાયડાની 78 બોરીની આવક નોંધાઇ હતી. જેમાં પ્રતિ 20 કિલોના 975 રૂપિયાનો ભાવ નોંધાયો હતો. જ્યારે જુવારની 41 બોરીની આવક નોંધાઇ હતી. જેમાં પ્રતિ 20 કિલોના 1161 રૂપિયાનો ભાવ નોંધાયો હતો. અને રાજગરાની 26 બોરીની આવક નોંધાઇ હતી. જેમાં પ્રતિ 20 કિલોના 2062 રૂપિયાનો ભાવ બોલાયો હતો.
ડીસા માર્કેટ યાર્ડમાં એરંડાની 429 બોરીની આવક નોંધાઇ હતી.જેમાં પ્રતિ 20 કિલોના 1153 રૂપિયાનો ભાવ બોલાયો હતો.તેમજ પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની 1522 બોરીની આવક થઈ હતી. પ્રતિ 20 કિલોના 1,156 રૂપિયા ભાવ બોલાયા હતો.