ભારતીય રેલવેએ 9 મહિનામાં વિકાસ કાર્યો માટે 1.96 લાખ કરોડનો ખર્ચ કર્યો
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ આ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ડિસેમ્બર 2023 સુધી લગભગ 75% મૂડી ખર્ચનો ઉપયોગ કર્યો છે . ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2023 સુધી કુલ રૂ. 1,95,929.97 કરોડનો ઉપયોગ કર્યો છે, જે આ નાણાકીય વર્ષ દરમિયાન રેલવેના કુલ મૂડી ખર્ચના લગભગ 75% (રૂ. 2.62 લાખ કરોડ) છે.
ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2022 માં સમાન સમયગાળા દરમિયાન રૂ. 1,46,248.73 કરોડનો મૂડી ખર્ચ કર્યો હતો. આ વર્ષે, મૂડી ખર્ચનો ઉપયોગ ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 33% વધુ છે.
આ રોકાણ વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કરવામાં આવે છે જેમ કે નવી લાઈનોનું નિર્માણ, ડબલિંગ, ગેજ કન્વર્ઝન અને મુસાફરોની સુવિધાઓ વધારવા કરવામાં આવી રહ્યું છે. રેલવે માટે મુસાફરોની સુરક્ષા સર્વોચ્ચ મહત્વની છે. સુરક્ષા વિશેષતાઓને વધારવા માટે મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે.