1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદથી ગ્વાલિયરની સીધી ફ્લાઈટ 1લી ફેબ્રુઆરીથી દર સોમવારે મળશે,
અમદાવાદથી ગ્વાલિયરની સીધી ફ્લાઈટ 1લી ફેબ્રુઆરીથી દર સોમવારે મળશે,

અમદાવાદથી ગ્વાલિયરની સીધી ફ્લાઈટ 1લી ફેબ્રુઆરીથી દર સોમવારે મળશે,

0
Social Share

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદથી વિવિધ શહેરોને જોડતી સીધી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. હવે 1લી ફેબ્રુઆરીથી દર સોમવારે ગ્વાલીયરની સીધી ફ્લાઈટ શરૂ કરાશે. જેથી બન્ને શહેરોના પ્રવાસીઓને ફાયદો થશે.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર સુધી ડાયરેક્ટ ફ્લાઇટ 1લી ફેબ્રુઆરીથી શરૂ કરાશે. મંદિરોના શહેર તરીકે ઓળખાતા ગ્વાલિયરથી અમદાવાદની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થતાં પ્રવાસન ક્ષેત્રે, ટેક્સટાઇલ તથા હેન્ડલૂમ ઉદ્યોગમાં પણ ખૂબ ફાયદો થશે. અત્યાર સુધી અમદાવાદથી હવાઈમાર્ગે ગ્વાલિયર તથા ગ્વાલિયરથી અમદાવાદ પહોંચવા માટે દિલ્હીના માર્ગે પહોચવું પડતું હતું. જેને કારણે 5થી 7 કલાકનો સમય લાગતો હતો. જ્યારે હવે સીધી ફ્લાઇટ શરૂ થતા ફક્ત એક કલાક 50 મિનિટમાં અમદાવાદથી ગ્વાલિયર પહોંચી શકાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  મધ્યપ્રદેશના ગ્વાલિયરની કનેક્ટિવિટી વધારવા માટે 1લી ફેબ્રુઆરીથી દર સોમવારે અમદાવાદથી ગ્વાલિયર અને ગ્વાલિયરથી અમદાવાદની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. જેમાં દર સોમવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતેથી સવારે 10:55 કલાકે ફ્લાઇટ ટેકઑફ થઈને બપોરે 12:45 કલાકે ગ્વાલિયર પહોંચશે એટલે કે 1 કલાક 50 મિનિટના સમયમાં અમદાવાદથી ગ્વાલિયર પહોંચી શકાશે. તે જ રીતે ગ્વાલિયરથી અમદાવાદની સીધી ફ્લાઇટ પણ સોમવારે બપોરે 1:20 કલાકે ટેકઓફ થઈને 2:50 કલાકે અમદાવાદ પહોંચશે. હાલમાં અમદાવાદથી ગ્વાલિયર જવા માટે મુસાફરો એ ₹3,599 ખર્ચ કરવો પડશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં ટ્રાફિકના ધસારાને ધ્યાનમાં રાખીને વિવિધ શહેરોને જોડતી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. 15 ફેબ્રુઆરીથી અકાસા એર દ્વારા મહારાષ્ટ્રને રામ જન્મભૂમિ અયોધ્યા સાથે જોડવા માટે વાયા દિલ્હી થઈને પૂણેથી અયોધ્યાની દરરોજ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. જેમાં પુણેથી દિલ્હી અને દિલ્હીથી અયોધ્યાની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. જ્યાં દિલ્હીમાં 40 મિનિટના હોલ્ડ બાદ મુસાફરો અયોધ્યા પહોંચશે. ગ્વાલિયર શહેર સાથે દેશના અન્ય રાજ્યોના શહેરોની કનેક્ટિવિટી વધારવાના હેતુથી 1લી ફેબ્રુઆરીથી પશ્ચિમ ભારતનાં વ્યસ્ત એરપોર્ટ એવા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતેથી ગ્વાલિયરની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code