અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ ગુરૂવારે જેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિકટ એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણઆરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. ગુરુવારે તેઓ પત્ની અને સાથીદાર વિના જેલમાંથી બહાર આવ્યા હતા. તા. 12મી ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા. જેથી જેલમુક્ત થયેલા ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા. જેલની બહાર આવતા ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરાયુ હતુ. વસાવાએ ભાજપને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, અમે ભાજપ સરકારથી ડરવાના નથી. અમને જેલ કરી છે એટલે એટલી જ બમણી તાકાતથી અમે તેની સામે લડીશું
ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટા થાય એ પહેલાં જ સમર્થકોનો ઠેર-ઠેર જમાવડો થઈ ગયો હતો. જેને લઈ ડેડિયાપાડા કોર્ટનો ઓર્ડર લઈને જેલરને આપવા નીકળેલા ચૈતર વસાવાનાં પત્ની વર્ષાબેન સહિત સમર્થકોને બિતાડા ચોકડી પાસે પોલીસે એક કલાકથી અટકાવ્યા હતા. બાદમાં ફક્ત તેમનાં પત્નીને મંજૂરી આપતા તેઓ બાળકો સાથે જેલમાંથી ચૈતર વસાવાને લઈ બહાર આવ્યાં હતાં.
જેલવાસ ભોગવીને બહાર આવેલા ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, રાજકીય ષડયંત્રથી મને જેલ મોકલાયો હતો. હું હાઇકાર્ટમાં જઈશ. યુવાનો અને શિક્ષત બેરોજગાર માટે બોલીએ તે સરકારને ગમતુ નથી. આદિવાસીના હક માટે લડતા રહીશુ. ભાજપથી ડરતા નથી. મારા પત્ની ત્રણ મહિનાથી જેલમા બંધ હતા. તેના આગ્રહને લઇને વિધાનસભા લોકોને પ્રશ્નો ઉઠાવવા બહાર આવ્યો છું. હું ભરૂચ લોકસભા લડીશ અને જીતી બતાવીશ.