દેશના તમામ નાગરિકોને ન્યાય મળે તે માટે ભારત જોડા યાત્રાનું આયોજન કરાયું છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુરથી મુંબઈ સુધીની 6700 કિ.મી. ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા “ડોનેટ ફોર ન્યાય” અભિયાન લઈને અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના સહ ખજાનચી વિજય ઈન્દ્ર સીંગલાજીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપા જે એજન્ડા સાથે નિતિ અખત્યાર કરી રહી છે જેનાથી દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકી દીધો છે. દેશમાં તમામ નાગરિકોને ન્યાય મળે ખાસ કરીને યુવાનો, મહિલા, ખેડૂતો, શ્રમિકોને ન્યાય મળે તે માટે મણિપુરથી મુંબઈ સુધીની 6700 કિ.મી.ની ભારત જોડો ન્યાય યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે, ત્યારે, ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કાર્યકરો, પદાદિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસ પક્ષના શુભેચ્છકો દેશના નાગરિકો આ ન્યાય માટે પોતાનું આર્થિક યોગદાન અન્વયે ફક્ત બે કલાકમાં ગુજરાતમાં 10 લાખ રૂપિયા કરતા વધુનું યોગદાન આપ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’ 14 જાન્યુઆરી 2024ના રોજ મણિપુરથી મુંબઈ 6700 કિલોમીટર લાંબી યાત્રા 110 જિલ્લા, 15 રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. ભારત જોડો ન્યાય યાત્રા મુંબઈમાં 20 માર્ચના રોજ પૂર્ણ થશે. અસમાનતા, સામાજિક ધ્રુવીકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત કરવામાં આવી છે. લોકોને આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય મળી રહે તે માટે ‘ભારત જોડો ન્યાય યાત્રા ‘ યોજાઈ રહી છે. સમગ્ર દેશમાં નફરતના વાતાવરણને દુર કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશો લઈ રાહુલ ગાંધીએ યાત્રાનું નેતૃત્વ કર્યું છે.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણીપુરથી મુંબઈ સુધીને 6700 કિ.મી. ભારત જોડો ન્યાય યાત્રા અંતર્ગત કોંગ્રેસ પક્ષ દ્વારા “ડોનેટ ફોર ન્યાય” અભિયાન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ પક્ષના સહખજાનચી વિજય ઈન્દ્ર સિંગલાજીની વિશેષ ઉપસ્થિતમાં રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરોને સમગ્ર અભિયાન અંગે વિસ્તૃત માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, અમદાવાદ મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શેહઝાદખાન પઠાણ, એ.આઈ.સી.સી.ના સહમંત્રીશ્રી નીલેશભાઈ પટેલ, યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, બળદેવભાઈ લુણી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહીને ડોનેટ ફોર ન્યાય અભિયાનને અસરકારક બનાવવા માટે સૂચનો કર્યા હતા.