ભરતપુરમાં 350 હિંદુઓને ખ્રિસ્તી બનાવવાનો હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો, 40થી 50 હજાર રૂપિયાની અપાય હતી લાલચ
ભરતપુર: રાજસ્થાનના ભરતપુરની એક હોટલમાં સેંકડો લોકોના ધર્માંતરણની કોશિશનો મામલો સામે આવ્યો છે. હિંદુ સંગઠનોના હંગામા બાદ કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી છે. આ સંગઠનોનેો દાવો છે કે ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલા લોકોએ મહિલાઓને 500-500 રૂપિયા આપ્યા હતા. તેની સાથે ખ્રિસ્તી બનવા પર 40થી 50 હજાર રૂપિયા ખાતામાં નાખવાની લાલચ આપી હતી.
મીડિયા અહેવાલો મુજબ, ભરતપુરમાં હાઈવે પાસે આવેલી હોટલમાં 11 ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રાર્થનાસભાના નામે સેંકડો લોકો એકઠા થયા હતા. જ્યારે હિંદુ સંગઠનોને આની જાણકારી મળી, તો તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેના પછી બંને પક્ષો વચ્ચે ઘર્ષણ-બોલાચાલી થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને પોોલીસે કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા અને સ્થિતિ પર કાબુ મેળવ્યો. આના સંદર્ભે હિંદુ સંગઠનો તરફથી સ્થાનિક અટલ બંધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
રાજસ્થાન પત્રિકાએ ભરતપુરના સીઓને ટાંકીને કહ્યુ છે કે કેટલાક લોકોની પૂછપરછ ચાલી રહી છે. દોષિત હોવાનું ઉજાગર થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાન તક પ્રમાણે, હાલ કોઈની ધરપકડ થઈ નથી. 20 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમના ખુલાસાની વાત કરી છે.
દૈનિક ભાસ્કરે વિશ્વ હિંદુ પરિષદના જિલ્લાધ્યક્ષ લાખનસિંહને ટાંકીને કહ્યુ છે કે તે લોકો જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા તો ખ્રિસ્તી ધર્મની ચંગેજી સભા ચાલી રહી હતી. ખ્રિસ્તી મિશનરી સાથે જોડાયેલા લોકો હિંદુ દેવીદેવતાઓ બાબતે વાંધાજનક વાતો કરી રહ્યા હતા અને લોકોને કહી રહ્યા હતા કે ઈશુ ખ્રિસ્તની પાસે તમામ સમસ્યાનો ઉલેક છે. ખ્રિસ્તી ધર્મ અપનાવવા પર તેમની તમામ સમસ્યાઓનો ઉકેલ થઈ જશે.
તેમણે કહ્યુ છે કે હિંદુવાદી કાર્યકર્તાઓએ જ્યારે આનો વિરોધ કર્યો, તો સભામાં રહેલા લોકોએ મારામારી કરવાની કોશિશ કરી હતી. લાખનસિંહનો દાવો છે કે સભામાં આવનારી મહિલાઓને 500 રૂપિયા આપવામાં આવ્યા હતા. બાળકોના લગ્ન સહીતના ઘણાં અન્ય કામોમાં તેમની મદદનો વાયદો પણ કર્યો હતો. સભામાં રહેલા લોકોની સંખ્યા બાબતે અલગ-અલગ રિપોર્ટ્સમાં અલગ-અલગ દાવાઓ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ્સ પ્રમાણે, 350થી 500 લોકોના એકઠા થવાનો દાવો કરાયો છે.