- આરોપી સામે વર્ષ 1996માં હત્યાનો ગુનો નોંધાયો હતો
- હાઈકોર્ટે આરોપીને આજીવન કેસની સજા ફરમાવી હતી
- સીબીઆઈને આરોપીને ઝડપી લેવા મળી સફળતા
નવી દિલ્હીઃ હત્યા કેસના ફરાર આરોપીને સીબીઆઈની મદદથી સંયુક્ત અરબ અમીરાત (યુએઆઈ)એ પ્રત્યર્પણ કરાવ્યું હતું. આરોપી નરેન્દ્ર સિંહ નામના આરોપી સામે ઈન્ટરપોલએ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. જેના માધ્યમથી તેને ભારત લાવવામાં સફળતા મળી છે. ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર નરેન્દ્ર સિંહની સુરક્ષા એજન્સીઓને 1996ના કેસમાં શોધતી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી નરેન્દ્ર સિંહ સામે 26મી ડિસેમ્બર 1994માં ટોહિના પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેથી હરિણાયા પોલીસ તેને શોધી રહી હતી. તેણે સ્વર્ણ સિંહ નામની વ્યક્તિની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી. આરોપીને વર્ષ 1998માં સ્થાનિક અદાલતે શંકાનો લાભ આપીને મુક્ત કર્યો હતો જો કે, વર્ષ 2009માં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી. આ મામલે રાજ્યની પોલીસે સીબીઆઈનો સંપર્ક કર્યો હતો. તેમજ નરેન્દ્ર સિંહ ફરાર થયાની આશંકા વ્યક્ત કરીને ઈન્ટરપોલ મદદથી રેટ કોર્નર નોટિસ જાહેર કરવા વિનંતી કરી હતી. નરેન્દ્રની સામે ઈન્ટરપોલ મહાસચિવાયલએ 7મી નવેમ્બર 2023ના રોજ નોટિસ જાહેર કરી હતી. સીબીઆઈ પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઈન્ટરપોલની મદદથી સીબીઆઈએ આરોપી નરેન્દ્ર સિંહ યુએઈમાં હોવાનું ખુલ્યું હતું.
વર્ષ 2023માં 29 વોન્ટેડ આરોપીઓનું પ્રત્યર્પણ ભારતમાં થયું છે. સીબીઆઈએ 2023માં ફરાર આરોપીઓ સામે ઈન્ટરપોલની મદદથી લગભગ 100 રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.