1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. IT દ્વારા કોંગ્રેસના બેન્ક ખાતાં સીઝ કરાતા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરાયું
IT દ્વારા કોંગ્રેસના બેન્ક ખાતાં સીઝ કરાતા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરાયું

IT દ્વારા કોંગ્રેસના બેન્ક ખાતાં સીઝ કરાતા કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરાયું

0
Social Share

અમદાવાદઃ ઈન્કટેક્સ દ્વારા કોંગ્રેસના બેન્ક ખાતા સીઝ કરાતા તેના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અમદાવાદમાં ઈન્કમટેક્સ ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. શહેર પોલીસે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ   અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, અમદાવાદ શહેર સંગઠન પ્રભારી બિમલ શાહ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના મનમાની ભર્યા પગલાના ભાગરૂપે આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના મુખ્ય ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા જે ગેરબંધારણીય અને બદલાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી છે.  દેશમાં વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિઓમાં સત્તાના નશામાં ધૂત મોદી સરકારના નિર્ણય અને કાર્યોથી લોકતાંત્રિક મુલ્યોની ભાવના સંકટમાં આવી ગઈ છે. લોકસભા ચૂંટણી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય યુવા કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરવાનો ક્રુર પગલુ તે મુખ્ય વિપક્ષને અસ્થિર કરવાનો પ્રયત્ન છે. સરકારી મશીનરીનો ઉપયોગ પ્રમુખ વિપક્ષીદળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કામકાજમાં અડચણ ઉભી કરવા માટે થઈ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ક્રાઉડ ફન્ડીંગ સાથે જોડાયેલા ખાતાને પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકતાંત્રિક મૂલ્યો ઉપર જબરદસ્ત હુમલો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના સરકારી મશીનરીનો દુરુપયોગ તથા લોકતાંત્રિક મૂલ્યો પર હુમલાના વિરોધમાં અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓએ ભારે સુત્રોચ્ચાર કરીને ભાજપ બંધારણીય સંસ્થાઓનો રાજકીય દૂર ઉપયોગ બંધ કરે. લોકશાહીમાં લોકો સુધી આ વાત પહોંચે તે માટે કોંગ્રેસ પક્ષનો પ્રયાસ છે. મોંઘવારીથી પ્રજા પરેશાન છે. ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે ત્યારે પ્રજાના હિતમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જવાબદાર પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ ભૂમિકા ભજવી રહ્યા છીએ.

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે જે ચુકાદો આપ્યો છે. કે ઇલેકટ્રોલ બોન્ડનાં નાણાંઓનો હિસાબ લોકો સમક્ષ મૂકો તેનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે તેને લઈને કોંગ્રેસના મુખ્ય ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે તે ગેર બંધારણીય છે અમે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code