શેરબજારમાં ટ્રેડિંગ લીલા નિશાન પર ખુલ્યું, સેન્સેક્સમાં 100 પોઈન્ટનો ઉછાળો
મુંબઈઃ ભારતીય શેરબજાર આજે લીલા નિશાન સાથે ખુલ્યાં હતા. બપોરના 12.10 કલાકે બીએસઈ 297પોઈન્ટના વધારા સાથે 72711 અને નિફ્ટી 50 લગભગ 101 પોઈન્ટના વધારા સાથે 22144.90 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યું છે. બેન્કિંગ, એનર્જી અને ઓટો કંપનીઓના શેરની આગેવાની હેઠળ સોમવારે ભારતીય શેર સૂચકાંકો સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં નજીવા ઊંચા સ્તરે ખૂલ્યા હતા. જ્યારે એશિયન શેરબજારો વ્યાજદરમાં ઘટાડા અંગેની અપેક્ષાઓ ઘટાડતા યુએસના તાજેતરના આર્થિક ડેટાને કારણે સુસ્ત રહ્યા હતા.
સવારે 9.20 વાગ્યે, BSE સેન્સેક્સ 82 પોઈન્ટ અથવા 0.11% વધીને 72,509 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી50 43 પોઈન્ટ અથવા 0.19%ના વધારા સાથે 22,083 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં, NTPC, ભારતી એરટેલ, પાવર ગ્રીડ, SBI, ITC અને નેસ્લે લીલા નિશાનમાં ખુલ્યા હતા, જ્યારે વિપ્રો, TCS, L&T, IndusInd બેન્ક અને ટેક મહિન્દ્રા લાલ નિશાનમાં રહ્યા હતા.
વ્યક્તિગત શેરોમાં, આવકવેરા વિભાગ તરફથી રૂ. 21,741 કરોડના રિફંડ ઓર્ડર મળ્યા બાદ LIC લગભગ 9 ટકા વધીને ખુલ્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેટીએમ પેમેન્ટ બેંકને તેની કામગીરી બંધ કરવા માટે વધુ સમય આપ્યા બાદ પેટીએમના શેર 5% અપર સર્કિટમાં ખુલ્યા હતા. કંપનીએ કહ્યું કે તેણે મર્ચન્ટ પેમેન્ટ્સ સેટલ કરવા માટે નવા બેન્કિંગ પાર્ટનર સાથે કરાર કર્યા છે.