મોંઘાથી મોંઘા બ્યૂટી પ્રોડક્ટની બરાબર કામ કરે છે ટામેટા, જાણો કેવી રીતે….
ચહેરાની ચમક તમારી સુંદરતા દર્શાવે છે. માત્ર તમારી સુંદરતા જ નથી વધારતી પણ તમારી પર્સનાલિટીને પણ નિખારે છે. પણ આખા દિવસના કામ અને થાક પછી ચહેરાની ચમક ઘટી જાય છે. આવા માં, જો તમે કેટલાક કુદરતી ઉપાયો શોધો છો, તો તમારી રાહ પુરી થઈ ગઈ છે. આજે તમને ટામેટાના ફેસ પેક વિશે જણાવશું. જે તમારા ચહેરાના ડાઘ અને દાગ-ધબ્બા દૂર કરીને તમારા ચહેરાની ચમક વધારવામાં મદદ કરશે.
• ટામેટાના ફેસ પેકના ફાયદા
આપણી ત્વચા માટે જરૂરી બધા પોષક તત્વો ટામેટામાં મળી આવે છે. એ જ કારણ છે કે તેના ઉપયોગથી ચહેરાની ચમક વધે છે. ટામેટા વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે. તે માત્ર ચહેરાના રંગને સુધારે છે પણ ખીલ અને પિમ્પલ્સથી પણ રાહત આપે છે.
• ટામેટા-મધ
ટામેટા અને મધને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ખીલથી રાહત મળે છે. આ ફેસ પેક બનાવવા માટે બંને વસ્તુઓને મિક્સ કરીને ચહેરા પર સારી રીતે લગાવો. લગભગ 20 મિનિટ પછી તાજા પાણીથી ચહેરો સાફ કરી લો. તમારો ચહેરો ચમકી ઉઠશે.
• ટામેટા – લીંબૂ
સ્કિન માટે ટામેટા અને લીંબૂ બંન્ને ફાયદા કારક છે. ઓઈલી સ્કિનથી પરેશાન લોકો આ ફેસ પેકનો ઉપયોગ કરી શકે છે. ટામેટાંને મેશ કરો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો અને થોડી વાર રાખો. પછી, તેને ચહેરા પર લગાવો અને 30 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો.
• ટામેટા-ખાંડ
એક ટામેટું લો, તેને મેશ કરો અને તેમાં એક ચમચી ખાંડ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ સુધી રહેવા દો. પછી પાણીથી સારી રીતે સાફ કરો. તેનાથી ત્વચાના મૃત કોષો અને કરચલીઓ દૂર થશે.