શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર છે આ આહાર
પ્રોટીન એ ખૂબ જરૂરી પોષક તત્વ છે જેની આપણને બધાને જરૂર છે. માંસપેશિઓના નિર્માણ સાથે હાડકાને મજબૂત બનાવે છે, હૃદયને હેલ્દી રાખે છે અને શરીરને મજબૂત બનાવે છે. જે લોકો વર્કઆઉટ કરે છે તેમને સામાન્ય લોકોની સરખામણીમાં પ્રોટીનની સારી માત્રાની જરૂર હોય છે.
• પ્રોટીન સામગ્રી
પ્રોટીનના વેજીટેરિયન સોર્સ જાણતા પહેલા, દરેક વ્યક્તિએ કેટલું પ્રોટીન લેવું જોઈએ એના વિશે જાણીએ. ધ યોગા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યુટ્યુબ પર શેર કરવામાં આવેલા વિડિયોમાં ડૉ. હંસાજી યોગેન્દ્ર બતાવે છે કે શરીરના વજનના કિલો દીઠ 1 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો વ્યક્તિનું વજન 60 કિલો છે, તો તેને એક દિવસમાં 60 ગ્રામ પ્રોટીન લેવાની જરૂર છે.
• સ્પ્રાઉટ્સ(અંકુરિત અનાજ)
સ્પ્રાઉટ્સ તૈયાર કરવા માટે કઠોળ અંકુરિત થાય છે. આ પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. એક કપ સ્પ્રાઉટ્સમાં લગભગ 14.2 ગ્રામ પ્રોટીન હોય છે. તેમને પોષક તત્વોના પાવર હાઉસ કહેવામાં આવે છે. મગની દાળ, કાળા ચણા, મોથ, ચપટી વગેરેમાંથી ફણગાં બનાવી શકો છો.
• હમસ
હમસ બનાવવુ આસાન છે અને તે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તેને નાસ્તા, લંચ અને ડિનરમાં કોઈપણ ભોજનમાં સામેલ કરી શકો છો. તે કાબૂલી ચણામાંથી બનાવવામાં આવે છે. એક વાટકી બાફેલા ચણા, 2-3 લવિંગ લસણ, બે ચમચી લીંબુનો રસ, એક ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો. તમારું હમસ તૈયાર છે. તેને રોટલી સાથે ખાઈ શકાય છે.
• પનીર
પનીરમાં માત્ર પ્રોટીન જ નથી, તે પચવામાં પણ ખૂબ જ સરળ છે. તાજા પનીરને કાપીને ઘીમાં શેકીને તેને તમારા આહારનો હિસ્સો બનાવો. જો તમે ચાહો તો શાકભાજી મિક્સ કરીને પણ તેનું સેવન કરી શકો છો.