1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલનું અનાવરણ કર્યું
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલનું અનાવરણ કર્યું

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આધુનિક મીડિયા લેન્ડસ્કેપ માટે ટ્રાન્સફોર્મેટિવ પોર્ટલનું અનાવરણ કર્યું

0
Social Share

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ચાર ટ્રાન્સફોર્મેટરી પોર્ટલ લોન્ચ કર્યા છે, જે ભારતમાં મીડિયા જગતમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે. આ પહેલનો ઉદ્દેશ અખબારના પ્રકાશકો અને ટીવી ચેનલો માટે વધારે અનુકૂળ વ્યાવસાયિક વાતાવરણ ઊભું કરીને વેપાર-વાણિજ્યમાં સરળતા સુનિશ્ચિત કરવાનો, સરકારી સંચારમાં પારદર્શકતા અને કાર્યદક્ષતા વધારવાનો, અધિકૃત સરકારી વીડિયોને સરળતાપૂર્વક સુલભ કરાવવાનો અને સ્થાનિક કેબલ ઓપરેટર્સ (એલસીઓનો વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવાનો અને સ્થાનિક કેબલ ઓપરેટર્સ (એલસીઓનો) વિસ્તૃત ડેટાબેઝ તૈયાર કરવાનો છે, જે સરકારને ભવિષ્યમાં કેબલ ટેલિવિઝન ક્ષેત્રમાં નિયમનકારી પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા સક્ષમ બનાવે છે.

આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાગણને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે ભારતને રોકાણ માટે એક આકર્ષક સ્થળ તરીકે જોવામાં આવે છે, જેમાં વૈશ્વિક કંપનીઓ ત્યાં વેપાર-વાણિજ્ય સ્થાપિત કરવા આતુર છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિવર્તનકારી શાસન અને આર્થિક સુધારા પર ભાર મૂક્યો હતો, જેનાં પરિણામે ભારતમાં વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં ઘણો સુધારો થયો છે એ વાત યાદ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આને પગલે હાલનાં વ્યવસાયો અને નવા ઉદ્યોગસાહસિકો એમ બંનેમાંથી રોકાણમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ખાસ કરીને, વિકસિત થઈ છે, જેમાં સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં સુધારો કરવાની દિશામાં સરકારની સિદ્ધિઓની પ્રશંસા કરતાં ઠાકુરે જણાવ્યું હતું કે, આ બાબતોનો પુરાવો વૈશ્વિક સ્તરે મળ્યો છે, જેનો પુરાવો વિશ્વ બેંકનાં વેપાર-વાણિજ્ય સરળ કરવાનાં સૂચકાંક અને લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ જેવા આંતરરાષ્ટ્રીય સૂચકાંકોમાં તેનાં સુધારેલા રેન્કિંગ પરથી મળે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ) જેવા પ્લેટફોર્મની સફળતા એમએસએમઇ અને નાના વ્યવસાયો માટે સમાન તક ઊભી કરવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ માત્ર આર્થિક સુધારા પર જ કેન્દ્રિત નથી, પણ માનસિકતામાં પરિવર્તનને પ્રોત્સાહન આપવા, ઉદ્યોગસાહસિકોને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદાર તરીકે માન્યતા આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ અભિગમને કારણે સંપત્તિના સર્જન, રોજગારીની તકો અને ઊંચી આવકોમાં વધારો થયો છે, જેનાથી દેશના સર્વાંગી કલ્યાણ અને વિકાસને લાભ થયો છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ તેમની ટિપ્પણી દરમિયાન જણાવ્યું હતું કે આ પહેલો અમને મીડિયા સાથે અમારા જોડાણને સુવ્યવસ્થિત કરવામાં અને વધારવામાં મદદ કરશે. આ માત્ર પારદર્શિતા અને નવીનતાને જ પ્રોત્સાહન આપશે નહીં અને વિભાગોની કામગીરીમાં સુધારો કરવામાં મદદ કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code