CBSE: ધો-9 થી 12 માટે ઓપન બુક પરીક્ષા લેવાનું આયોજન કરાશે
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન-CBSE આ વર્ષના અંતમાં વર્ગ 9 થી 12 માટે પસંદગીની શાળાઓમાં પ્રાયોગિક ધોરણે ઓપન બુક પરીક્ષાઓ યોજવાનું આયોજન કરી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બોર્ડ ધોરણ 9 અને 10 માટે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં અને ધોરણ 11 અને 12 માટે અંગ્રેજી, ગણિત અને જીવવિજ્ઞાનના વિષયોમાં પસંદગીની શાળાઓમાં મૂલ્યાંકન હાથ ધરવાનું આયોજન કરી રહ્યું છે.
અધિકારીઓનું કહેવું છે કે, તેનો હેતુ વિદ્યાર્થીઓ દ્વારા આ પરીક્ષાઓ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે તે માપવાનો છે. આ પરીક્ષાઓનો હેતુ લોકો પાસેથી પ્રતિસાદ મેળવવાનો પણ છે. આ યોજના રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્કમાં કરાયેલી ભલામણોને અનુરૂપ છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બોર્ડની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.