આંખોની સંભાળ માટે અપનાવો આ આયુર્વેદ ઉપાયો, આઈ પ્રોબ્લેમ દૂર થશે
આંખો આપણા શરીરના નરમ અને સૌથી જરૂરી ભાગમાં આવે છે. એવામં તેની સંભાળ સારી રીતે કરવી જોઈએ. રોજની થોડીક આદતોને લીધે આંખોને ઘણું નુકશાન થઈ શકે છે. ઘણા લોકોને આંખ માથી પાણી આવવુ, દુખવું, બળતરા થવા, ઓછું દેખાવું, કંઈક જોવા માટે આંખો પર ભાર આપવું, માથું દુખવા જેવી મુશ્કેલીઓ થાય છે. આવામાં આ બધા લક્ષણોથી બચવા માટે અને આંખોની રોશની વધારવા માટેના ઉપાયો.
આંખોની રોશની સુધારવા અને સમસ્યાનો સામનો કરવા માટેની રીતો–
• તમારી આંખોમાં ગુલાબ જળ નાખો. આ નાખવાથી બળતરાથી રાહત મળશે અને આંખોને પણ રાહત મળશે.
• ઘાયનું ઘી ખઓ, સાથે તેને આંખમાં કે નાકમાં નાખવું સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે.
• સ્વાસ્થ્ય માટે ત્રિફળા અદભૂત ઔષધિ છે. આ આંખો માટે ફાયદા કારક છે. તેનો ઉપયોગ આંખો ધોવા માટે અથવા ઘી તરીકે કરી શકાય છે. આના માટે એક ચમચી ત્રિફળા પાવડરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાડી રાખો. સવારે તેને 21વાર ફોલ્ડ કરો અને તેને જીણા કપડા અથવા કોફી ફિલ્ટરથી ગાળી લો. પાણીમાં ત્રિફળાનો એક કણ ન રહે તેનું ધ્યાન રાખો. તે ફિલ્ટર થઈ જાય પછી તમે આ પાણી વડે આંખો ધોઈ શકો છો.
• અંજના પણ એક ઔષધિ છે. આયૂર્વેદ અંજનાને ‘દ્રિકબલમ’ એટલે કે આંખોની રોશની વધારવા વાળુ માને છે.