એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનોને રોકડ સહાય મળશે, રાજનાથસિંહે આપી મંજુરી
નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે સપ્ટેમ્બર-ઓક્ટોબર 2023માં ચીનના હાંગઝોઉ ખાતે યોજાયેલી 19મી એશિયન ગેમ્સ અને 4થી એશિયન પેરા ગેમ્સમાં મેડલ જીતનારા સશસ્ત્ર દળોના જવાનો માટે નાણાકીય પ્રોત્સાહનોને મંજૂરી આપી છે. એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ બંનેમાં, ગોલ્ડ મેડલ વિજેતાઓને 25 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાને 15 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાને 10 લાખ રૂપિયાની રોકડ રકમ આપવામાં આવશે.
કેટલાક સર્વિસ એથલીટોએ દેશને ગૌરવ અપાવ્યું છે અને રક્ષા મંત્રીએ આ ખેલાડીઓને પરત ફરતી વખતે સન્માનિત કર્યા હતા અને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તેમની પ્રશંસા કરી હતી. તેમણે ગોલ્ડ મેલડ વિજેતાઓને રોકડ પુરસ્કારની મુંજરી પણ આવી છે. જેમાં સાત પેરા એથ્લેટ્સનો પણ સમાવેશ થાય છે. 45 ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં 09 ગોલ્ડ, 18 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ અને એશિયન પેરા ગેમ્સમાં 01 ગોલ્ડ, 04 સિલ્વર અને 02 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. સશસ્ત્ર દળોના કર્મચારીઓ માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રથમ વખત જાહેર કરાયેલ આ નાણાકીય પ્રોત્સાહન, આ રમતવીરોને પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 માટે ક્વોલિફાઈંગ ઈવેન્ટ્સમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરશે જેના માટે તેઓ હાલમાં તૈયારી કરી રહ્યા છે.