ભારતીય શેર બજાર ભારે ઘટાડો, રોકાણકારોને 6 લાખ કરોડનું નુકશાન
મુંબઈઃ ભારતીય શેરબજાર માટે આજે બુધવારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈમાં 790 એટલે કે 1.08 ટકાના ઘટાડા સાથે 72304.88 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 247.20 પોઈન્ટ એટલે કે 1.11 ટકાના ઘટાડા સાથે 21951.15 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો. બીએસઈ અને નિફ્ટીમાં મુખ્ય શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
શેયર બજારમાં વાયદા કારોબારના મંથલી એક્સપાયરી પહેલા નિફ્ટી ઘટીને 22000થી ઘટીને નીચે ગયો હતો. જ્યારે સેંસેક્સ લગભગ એક ટકા ઘટાડા સાથે 72300થી આસપાસ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપ, સ્મોલકેપ અને માઈક્રોકેપ ઈન્ડેક્સમાં બે-બે ટકાનો ઘટાડો થયો છે. બુધવારે દલાલ સ્ટીટના રોકાણકારોએ લગભગ છ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યાં હતા. આ દરમિયાન બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 386 લાખ કરોડ પહોંચ્યું છે. બુધવારે કારોબારી સેશન દરમિયાન સૌથી વધારે વેચવાલી ઓટો, મીડિયા, સરકારી બેંકિંગ અને મેટલ સેક્ટરના શેરમાં જોવા મળી હતી. આ પહેલા મંગળવારે સેંસેક્સ 305 પોઈન્ટ વધીને 73095ના લેવલે બંધ રહ્યો હતો.