1. Home
  2. ગુજરાતી
  3. INS જટાયુ અને રોમિયો કરશે પહેરેદારી, હિંદ મહાસાગરમાં વાગવાનું છે ચીનનું બેન્ડ
INS જટાયુ અને રોમિયો કરશે પહેરેદારી, હિંદ મહાસાગરમાં વાગવાનું છે ચીનનું બેન્ડ

INS જટાયુ અને રોમિયો કરશે પહેરેદારી, હિંદ મહાસાગરમાં વાગવાનું છે ચીનનું બેન્ડ

0
Social Share

નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં ભારતીય હિતોની રખવાળી કરવા માટે વધુ એક યુદ્ધજહાજની તહેનાતી કરવામાં આવી છે. લક્ષદ્વીપમાં આગામી સપ્તાહથી નૌસેનાના નવા બેઝની શરૂઆત થશે. મિનિકોયમાં આઈએનએસ જટાયુની કમિશનિંગ સેરેમનીમાં બે એરક્રાફ્ટ કરિયર પણ હાજર રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં મિનિકોયનો નેવલ બેઝ દેશની સેવામાં સમર્પિત કરવામાં આવશે. આ પ્રસંગે એમએચ-60-આર રોમિયો હેલિકોપ્ટર્સની ટુકડી પણ નૌસેનાનો હિસ્સો બનશે. આઈએનએસ જટાયુ અને રોમિયોની સ્ક્વોર્ડ મળીને હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ સુરક્ષિત બનાવશે. આઈઓઆર પર ચીનની વક્રદ્રષ્ટિ છે. આઈએનએસ જટાયું અંદમાનમાં રહેલા નેવલ બેઝ, આઈએનએસ બાઝ જેવો જ હશે. અહીં પણ તમામ પ્રકારના યુદ્ધવિમાનો અને એરક્રાફ્ટ્સને હેન્ડલ કરી શકાશે.

મિલિટ્રી હબ બનશે લક્ષદ્વીપનો મિનિકોય

મિનિકોય ટાપુને આગામી કેટલાક વર્ષોમાં મોટું મિલિટ્રી હબ બનાવાનો પ્લાન છે. એટલું મોટું કે અહીં ફાઈટર એરક્રાફ્ટ ઓપરેટ કરી શકાય. મિનિકોયમાં નવી એરફીલ્ડ બનવવાના પ્લાને પણ રફ્તાર પકડી છે. નવી એરફીલ્ડ પર મિલિટ્રી એરક્રાફ્ટ્સની સાથે કમર્શિયલ વિમાન પણ ઓપરેટ કરી શકાશે. તેનાથી માત્ર ભારતની સૈન્ય ક્ષમતા જ મજબૂત નહીં થાય, પરંતુ ટૂરિઝ્મને પણ પ્રોત્સાહન મળશે. અગાતીમાં રહેલી એકમાત્ર એરફીલ્ડનો વિસ્તાર કરવાની પણ યોજના છે. તેના પછી ત્યાં સુખોઈ-30 અને રાફેલ જેવા યુદ્ધવિમાનોને ઓપરેટ કરી શકાશે.

હિંદ મહાસાગરમાં ચીન હાજરીમાં કરી રહ્યું છે વધારો

ચીનની પાસે દુનિયાની સૌથી મોટી નૌસેનામાંથી એક નેવી છે. તેની પાસે 360થી વધુ યુદ્ધજહાજો અને સબમરીનો છે. ચીને ગત કેટલાક વર્ષોમાં હિંદ મહાસાગરમાં પહોંચ વધારી છે. ભારતીય નૌસેનાના પ્રમુખ એડમિરલ આર. હરિકુમારે ગત વર્ષ કહ્યુ હતુ કે કોઈપણ સમયે ઈન્ડિયન ઓશિયન રિઝિયનમાં ચીનના ઓછામાં ઓછા 6થી 8 યુદ્ધજાહાજો હાજર છે. આના સિવાય ઘણાં રિસર્ચ અને સ્પાય શિપ્સ દ્વારા ચીને હિંદ મહાસાગરમાં સતત પોતાની હાજરી જાળવી રાખી છે ચીન આ કોશિશોમાં પણ છે કે આફ્રિકાથી લઈને મલક્કા સ્ટ્રેટ સુધી લોજિસ્ટિક બેઝ સ્થાપિત કરી લે.

બીજિંગે હિંદ મહાસાગરમાં વિસ્તરણ માટે હાઈબ્રિડ રણનીતિ અપનાવી. ચીને પાકિસ્તાન અને અન્ય દક્ષિણ એશિયન દેશોને ઝાંસામાં લીધા છે. હિંદ મહાસાગરમાં પોતાના રાજકીય ઉદેશ્યોને પુરા કરવા માટે ચીનને પ્રાદશિક શક્તિઓને તાના પર વધતી આર્થિક નિર્ભરતાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો છે. મોટા દેશમાં માત્ર ચીન જ એવું છે કે જેને હિંદ મહાસાગરના દરેક ટાપુ દેશ શ્રીલંકા, માલદીવ, મોરિશિયસ, સેશેલ્સ, મેડાગાસ્કર અને કોમોરોસમાં દૂતાવાસ ધરાવે છે. ચીનની પીએલએ નેવી સતત વિદેશમાં નવા ઠેકાણા શોધી રહી છે. આફ્રિકામાં જિબૂતીથી લઈને પાકિસ્તાનમાં કરાચી અને ગ્વાદર સુધી ચીન પહોંચ બનાવી રહ્યું છે.

ચીનનો મુકાબલો કરવા માટે ભારતીય નૌસેનાની તૈયારી –

ભારતીય નૌસેનાને ચીની ખતરાનો સારી રીતે અંદાજો છે. નેવીની પાસે હાલ 132 યુદ્ધજહાજો, 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર છે. સપ્ટેમ્બર-2023ના અહેવાલ મુજબ, 2 લાખ કરોડ રૂપિયાની પડતર પર 68 યુદ્દજહાજો અને અન્ય જહાજોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અનુમાન છે કે 2030 સુધી 155-160 યુદ્ધજહાજો થઈ જશે. તેની તુલનામાં ચીન ખૂબ ઝડપથી પોતોની નૌસેનાને વિસ્તારી રહ્યું છે. આગામી પાંચથી છ વર્ષમાં તેના યુદ્ધજહાજોની સંખ્યા 550થી વધુ થઈ શકે છે. ત્યાં સુધી કદાચ ચીન ઈન્ડિયન ઓશિયન રિઝીયનમાં પોતાનું એરક્રાફ્ટ કરિયર પણ ઉતારી દે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code