ઉનાળામાં દેશની વીજળીની ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે ક્રંચ પીરિયડ પાવર સપ્લાય કરશે ટોરેન્ટ પાવર
ટોરેન્ટ પાવર લિમિટેડ (TPL) સ્પર્ધાત્મક બિડિંગ અંતર્ગત વધુ એક કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ રહી છે. કંપનીને આગામી ઉનાળાની વીજળીની તંગી/ઉચ્ચ માંગને પહોંચી વળવા માટે 01 માર્ચ, 2024ના રોજ NVVN તરફથી કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો છે. જે મુજબ કંપની NVVN ને 16 માર્ચ, 2024 થી 30 જૂન, 2024 સુધી પોતાના ગેસ આધારિત પાવર પ્લાન્ટમાંથી વીજળીને સપ્લાય કરશે.
ભારત સરકાર, NVVN ના માધ્યમથી ગેસ-આધારિત વીજળી ઉત્પાદન (GBPG) નો ઉપયોગ કરવા માટે ગત વર્ષથી ક્રંચ/ઉચ્ચ-માંગ સમયગાળાની યોજના લઈને આવી છે, જેથી દેશમાં વધતી જતી વીજ માંગને પહોંચી વળી શકાય. ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં ચોક્ક્સ સમયગાળા દરમિયાન તેમજ ચોમાસા બાદ કેટલાક સમય માટે દેશમાં વીજળીની માંગ ટોચ ઉપર હોય છે, તે દરમિયાન વધારાના વીજ સપ્લાયની જરૂર પડે છે. આવા સમયે ઉચ્ચ કાર્યક્ષમતા અને સ્થિતી સ્થાપકત્તા ધરાવતી તેમજ ખુબ જ ઓછુ ઉત્સર્જન ધરાવતી ગેસ આધારિત વીજળીને વધતી જતી માંગની જરૂરિયાતને પહોંચી વળવા માટે યોગ્ય માનવામાં આવે છે.
આ કોન્ટ્રાક્ટ અંગર્તત TPL દ્વારા પોતાના DGEN, દહેજ પાવર પ્લાન્ટમાંથી વીજળીનો સપ્લાય કરવામાં આવશે. NVVN અને TPL વચ્ચેના કરારની શરતો મુજબ, 16 માર્ચ, 2024 થી 30 જૂન, 2024 ના સમયગાળા દરમિયાન 770 MW વીજળી ઓછામાં ઓછી 388 MUs ક્ષમતા સાથે બાંયધરી પૂર્વક પુરી પાડવાની રહેશે. વીજળીનો સપ્લાય આ બાંયધરી ઉપરાંત નિર્ઘારીત સમયગાળા દરમિયાન વીજળીની વાસ્તવિક માંગના આધારે વધી શકે છે.