લંડન : બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તાજેતરમાં બ્રિટનમાં લોકશાહીને બચાવવા માટે કટ્ટરપંથીની વિરુદ્ધ અવાજને બુલંદ કર્યો છે. તેમણે કહ્યુ છે કે આજે કટ્ટરપંથી શક્તિઓ દેશને તોડવા અને બહુધર્મીય ઓળખને કમજોર કરવામાં લાગેલા છે. દેશને આમની સામે લડવાની જરૂર છે.
તેમણે પોતાની વાત રોડશેલ પેટાચૂંટણીના પરિણામો બાદ 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ભાષણ વખતે કહી છે. તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જો કોઈ ઈસ્લામિક કટ્ટરપંથી કે ઘોર દક્ષિણપંથીએ બ્રિટનમાં નફરત ફેલાવવાની કોશિશ કરી, તો તેના વીઝા કેન્સલ કરવાની પહેલથી ખચકાઈશું નહીં.
તેમણે હમાસ અને ઈઝરાયલના યુદ્ધના કારણે દેશમાં થઈ રહેલા પ્રદર્શનોને લઈને આ વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે અમારી સડકો પર વિરોધ પ્રદર્શનના રૂપમાં જે શરૂ થયું, તે ડરાવવા-ધમકાવવા, ધમકીઓ અને હિંસાના નિયોજીત કૃત્યોમાં બદલાય ગયું છે. યહૂદી બાળકો સ્કૂલના ગણવેશ પહેરવાથી ડરે છે કે ક્યાંક તેમની ઓળખ ઉજાગર થઈ જાય નહીં. મુસ્લિમ મહિલાઓને આતંકી સંગઠનની કરણીના ટોણાં સાંભળવા પડે છે. જ્યારે તેમની હુમલાઓથી કોઈ લેવાદેવા નથી. આ આપણા લોકતંત્ર પર ખતરો છે.
તેમણે કહ્યુ છે કે ઈસ્લામિક કટ્ટરપંથી અને ઘોર દક્ષિણપંથી લોકો ઝેર ફેલાવવાનું કામ કરી રહ્યા છે. તેમનો ઉદેશ્ય એક વ્યક્તિ તરીકે આપણા આત્મવિશ્વાસ અને ભવિષ્યને સમાપ્ત કરવાનો છે. આ ચાહે છે કે આપણે લોકો એકબીજા પર શંકા કરીએ. ખુદ પર શંકા કરીએ. આપણી સિદ્ધિઓ પર શંકા કરીએ.
તેમણે ડર વ્યક્ત કર્યો છે કે તે લોકો જે બ્રિટનમાં દુનિયાના સૌથી સફળ બહુજાતીય, બહુઆસ્થાવાદી લોકતંત્રના નિર્માણની કોશિશ કરી રહ્યા છે, તેને કટ્ટરપંથી શક્તિઓ નબળું કરવાની કોશિશ કરી રહી છે.તેમણે કહ્યુ છે કે કેટલીક આવી શક્તિઓ છે જે આપણને તોડવાની કોશિશ કરી રહી છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આ તમામ વિભાજનકારી શક્તિઓની સાથે ઉભા હોઈએ અને આ ઝેરને મ્હાત આપીએ.
પીએમ સુનકે પોતાની સ્પીચમાં કહ્યુ કે જે લોકો વીઝા પર છે. જો તેઓ બ્રિટનમાં નફરત ફેલાવવાની કોશિશ કરે છે, તો તેમના વીઝા રદ્દ કરવામાં આવશે. તેમણે અપીલ કરી છે કે બ્રિટનમાં થનારા શાંતિપૂર્ણ પ્રદર્શનો પર ક્ટ્ટરપંથીઓ દ્વારા કબજો કરવામાં આવે નહીં.
તેમણે કહ્યુ છે કે જે અપ્રવાસીઓ અહીં આવ્યા છે, તેમણે સંપૂર્ણપણે પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે આપણા દેશની કહાનીમાં એક નવા અધ્યાયને લખવામાં મદદ કરી છે. તેમણે આવું પોતાની ઓળખને છોડયા વગર કર્યું છે. સુનકે કહ્યુ છે કે મને બ્રિટન પર ઘણો ગર્વ છે. હું અહીંનો પહેલો અશ્વેત પ્રધાનમંત્રી છું. જે સૌને સાથે લઈને ચાલનારી સરકારનું નેતૃત્વ કરી રહ્યો છે. તેનાથી ખબર પડે છે કે તમારી સફળતા આનાથી નક્કી નહીં થાય કે તમારી જાતિ, તમારો રંગ, તમારો ધર્મ ક્યો છે. અથવા તમે ક્યાં પેદા થયા છો?