1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે: મુખ્ય મંત્રી
નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે: મુખ્ય મંત્રી

નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે: મુખ્ય મંત્રી

0
Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપેલી પરંપરા એ સુદ્રઢ નાણાંકીય સદ્ધરતાના પાયામાં છે. એથી ગુજરાતમાં જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી.

તેમણે એમ પણ જણાવ્યું કે, શહેરી વિસ્તાર, આઉ ગ્રોથ વિસ્તારમાં વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા તુરંત મંજૂરી આપવામાં આવે છે. ગુજરાત સરકારના બજેટનું કદ રૂ. 3.32  લાખ કરોડનું થયું છે. તેમાં નાગરિકોની સુવિધાને ધ્યાને રાખી જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગત્ત અઠવાડિયામાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં રૂ. 1.10  લાખ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા તે રકમ ગુજરાતના બજેટમાં ત્રીજા ભાગની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  વડોદરા શહેરના ઓ. પી. રોડ ખાતે રૂ. 22.05  કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન નવીન કલેક્ટર કચેરી(જિલ્લા સેવા સદન)ને જનસમર્પિત કરવા સાથે વડોદરા મહાનગરપાલિકાના જનસુવિધા અને જન સુખાકારીના રૂ.156  કરોડ અને વુડાના અંદાજીત રૂ. 574  કરોડ સહિત કુલ રૂ.730 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર કલાર્ક તરીકે નિમણુંક પામેલ ૫૨૫ ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ  શહેરમાં 101 સ્માર્ટ આંગણવાડીઓનું  લોકાર્પણ કર્યું હતું.મુખ્ય મંત્રીશ્રીએ રૂ. 4.34  કરોડના ખર્ચે નિર્માણ થયેલ મકરપુરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્ય મંત્રીએ ઉમેર્યું કે,ગુજરાત સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે ગુજરાતમાં આજે સો જેટલી વૈશ્વિક કંપની ગુજરાતમાં કાર્યરત છે. વડાપ્રધાનના  નેતૃત્વમાં ભારત આગામી વર્ષોમાં દુનિયાની ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બની જશે.તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

રાજ્ય સરકારે સરકારી પદો ઉપર નિયમિતપણે અને પારદર્શક રીતે ભરતી થાય તેવી કાર્યશૈલી વિકસાવી છે.  આજે એક જ દિવસમાં ગાંધીનગર થી 1990  અને વડોદરામાં 525  સહિત 2515  ઉમેદવારોને સરકારી પદોમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. ભરતી પ્રક્રિયા નિયમિત પણે કરવાની સરકારની પ્રતિબદ્ધતા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code