વિદેશમંત્રી એસ.જયશંકર જાપાન અને દક્ષિણ કોરિયાના પ્રવાસે
નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકર દક્ષિણ કોરિયા અને જાપાનની 4 દિવસીય સત્તાવાર મુલાકાતે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમ 2 દિવસ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં રહેશે.
આ પ્રવાસ દરમિયાન વિદેશમંત્રી દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી સાથે 10મી ભારત-રિપબ્લિક ઓફ કોરિયા સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેશે. ત્યારબાદ દક્ષિણ કોરિયાના ટોચના અધિકારીઓ, થિંક ટેન્ક અને ભારતીય સમુદાયને મળશે.
આ બેઠકમાં બંને દેશો વચ્ચે સેમિકન્ડક્ટર બિઝનેસ વધારવા પર ચર્ચા થશે. વિદેશમંત્રી એસ.જયશંકર 6થી 8 માર્ચ સુધી ટોક્યોમાં રહેશે, જ્યાં 16મી ભારત-જાપાન વિદેશમંત્રી વ્યૂહાત્મક સંવાદ દરમિયાન સેમિકન્ડક્ટર પર ચર્ચા થવાની શક્યતા છે. આ વાતચીતમાં સંરક્ષણ, ડિજિટલ ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, સ્વચ્છ ઊર્જા, હાઇ સ્પીડ રેલ, ઔદ્યોગિક સ્પર્ધા પર ચર્ચા થશે.