ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં એસબીઆઈએ માંગ્યો વધુ સમય, સુપ્રીમ કોર્ટે કહ્યું- કવર ખોલીને ડેટા આપો
નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સ્ટેટ બેંકે જ્યારે વિગતો આપવા માટે વધુ સમયની માગણી કરી, તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સવાલ કર્યો કે આખરે મુશ્કેલી ક્યાં આવી રહી છે?
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે અમે પહેલા જ એસબીઆઈને આંકડા એકઠા કરવાનું કહ્યું હતું. તેના પર અમલ કરવો પડશે. પછી શું સમસ્યા આવી રહી છે. અમે તેને વ્યવસ્થિત કરવા માટે કહ્યું ન હતું.
સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે જ્યાં સુધી જાણકારી છે, આ હિસાબથી તમારી પાસે સીલબંધ કવરમાં તમામ ચીજો છે. તમે કવર ખોલો અને આંકડા ઉપલબ્ધ કરાવો. તેમાં કોઈ સમસ્યા થવી જોઈએ નહીં.
સુપ્રીમ કોર્ટ તરફથી આ ટીપ્પણીઓ ત્યારે આવી કે જ્યારે એસબીઆઈ તરફથી વકીલ હરીશ સાલ્વેએ કહ્યુ હતુ કે અમે વધુ સમયની વિનંતી કરી છે. અમે આદેશ પ્રમાણે, ચૂંટણી બોન્ડ જાહેર કરવાનું બંધ કર્યું છે. અમને આંકડા આપવામાં કોઈ સમસ્યા નથ અમને માત્ર તેને વ્યવસ્થિત કરવામાં કેટલોક સમય લાગશે. તેનું કારણ એ છે કે અમે પહેલા જણાવ્યું હતું કે આ ગુપ્ત રહેશે. માટે ઘણાં ઓછા લોકો પાસે તેની જાણકારી હતી. આ બેંકમાં સૌને ઉપલબ્ધ ન હતા.