દિલ્હી: ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ તથા લાજપતનગરથી સાંકેત જી બ્લોક સુધી મેટ્રો દોડશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે દિલ્હી મેટ્રોના ચોથા તબક્કાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દિલ્હી મેટ્રોના આ વિસ્તરણને મંજૂરી આપવામાં આવી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે, આજે બે નવા મેટ્રો કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે, જેના પર 8400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. લાજપત નગરથી સાકેત જી બ્લોક સુધી લગભગ 8.4 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન હશે. તેમાં આઠ સ્ટેશન હશે. બીજું, તે ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ સુધી લગભગ 12.4 કિલોમીટરની મેટ્રો લાઈન હશે. તે માર્ચ 2029 સુધીમાં પૂર્ણ થશે.” ઇન્દ્રલોક-ઇન્દ્રપ્રસ્થ કોરિડોર લાલ, પીળી, એરપોર્ટ લાઇન, મેજેન્ટા, વાયોલેટ અને બ્લુ લાઇન સાથે ગ્રીન લાઇનનું વિસ્તરણ હશે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ‘લાજપત નગરથી સાકેત જી બ્લોક સુધી લગભગ 8.4 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન હશે. તેમાં આઠ સ્ટેશન હશે. જ્યારે ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ સુધી લગભગ 12.4 કિલોમીટરની મેટ્રો લાઈન હશે.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, બંને કોરિડોરનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 8,399 કરોડનો અંદાજ છે, જે કેન્દ્ર અને દિલ્હી સરકારો અને આંતરરાષ્ટ્રીય ભંડોળ એજન્સીઓ પાસેથી મેળવવામાં આવશે. આ બે લાઇન 20.762 કિમીને આવરી લેશે. તેમણે કહ્યું કે આ બે લાઇન પર 8399 કરોડ રૂપિયામાંથી 10547 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર અને 1987 કરોડ રૂપિયા દિલ્હી સરકાર ઉઠાવશે. આ લાઈનો માટે રૂ. 4309 કરોડની લોન લેવામાં આવશે, રૂ. 333 કરોડ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખર્ચવામાં આવશે અને રૂ. 195 કરોડ ખાનગી-સરકારી ભાગીદારી દ્વારા એકત્ર કરવામાં આવશે. ઠાકુરે કહ્યું કે, હાલમાં દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં મેટ્રો નેટવર્ક 427 કિલોમીટર છે, જે આ લાઇનોના નિર્માણ પછી લગભગ 450 કિલોમીટર સુધી વધી જશે.
ઇન્દ્રલોક-ઇન્દ્રપ્રસ્થ કોરિડોર ગ્રીન લાઇનનું વિસ્તરણ હશે અને તેમાં લાલ, પીળી, એરપોર્ટ લાઇન, મેજેન્ટા, વાયોલેટ અને બ્લુ લાઇન સાથે ઇન્ટરચેન્જ હશે. લાજપત નગર-સાકેત જી બ્લોક કોરિડોર સિલ્વર, મેજેન્ટા, પિંક અને વાયોલેટ લાઇનને જોડશે.