કુંભ રાશિમાં મંગળનો પ્રવેશ, 1 માસ સુધી આ 5 રાશિઓના જાતકોને ફાયદો
મંગળ દેવે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળને તમામ ગ્રહોના સેનાપતિ ગણવામાં આવે છે. મંગળને ઊર્જા, ભાઈ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહણ ગણવામાં આવે છે. મંગળ ગ્રહને મેષ અને વૃશ્ચિક રાશિનું સ્વામિત્વ મળેલું છે. આ મકર રાશિમાં ઉચ્ચ હોય છે, જ્યારે કર્ક તેની નીચ રાશિ છે. આવો જાણીએ, મંગળના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી કઈ રાશિઓનો ભાગ્યોદય થવાનું નક્કી છે. આ રાશિના જાતકો માટે આગામી એક માસ બેહદ શુભ રહેવાનો છે. આવો જાણીએ, કુંભ રાશિમાં મંગળના પ્રવેશથી કઈ રાશિઓની કિસ્મત ચમકવાની છે.
મેષ રાશિ-
તમને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. કાર્યોમાં આવનારા વિઘ્નો અને અડચણો દૂર થશે. કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે. ધન લાભ થવાની સંભાવના છે.
મિથુન રાશિ-
કારકિર્દીમાં અપાર સફળતા મળી શકે છે. આ દરમિયાન વેપારીઓને મનમાફક નફો થવાની શક્યતા છે. તમારા અટકેલા કાર્ય બનવા લાગશે. માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. કાર્યશૈલીમાં સુધારાની શક્યતા છે. તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. આ સમય ખૂબ ધન કમાશો.
સિંહ રાશિ-
મંગળના રાશિ પરિવર્તનનો લાભ થશે. આ દરમિયાન તમારા ભાગ્યનો પુરો સાથ મળશે. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. ધનનું આગમન થશે. તમે જે કાર્યમાં હાથ નાખશો સફળતા પ્રાપ્ત કશે.
કન્યા રાશિ-
આ રાશિના સિંગલ જાતકોને આ સમયગાળામાં લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. પરણિત લોકોના લગ્નજીવન સારા રહેશે. તમારા સુખોમાં વધારો થશે. આવકના નવા સાધન બનશે. રોકાયેલું ધન પણ પાછું મળી શકે છે. આ સમય આર્થિક પક્ષ મજબૂત થશે.
ધન રાશિ-
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર વરદાન સમાન સાબિત થઈ શકે છે. આ અવધિમાં તમારી કારકિર્દી સાથે જોડાયેલા નવા અવસરો પ્રાપ્ત થશે. રોકાયેલા તમામ કામ પુરા થઈ જશે. નોકરિયાતોને પદોન્નતિનો પણ લાભ મળી શકે છે. વેપારીઓ માટે પણ આ સમયગાળો શુભ રહેવાનો છે.
(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમારો દાવો નથી કે તે સંપૂર્ણપણે સત્ય અથવા ચોક્કસ છે. વિગતવાર અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો. )