1. Home
  2. ગુજરાતી
  3. T20 અને ODI ફોર્મેટમાં નિર્ધારિત સમયમાં ઓવર પુરી નહીં થાય તો બેટીંગ કરનારી ટીમને મળશે વધારાના 5 રન
T20 અને ODI ફોર્મેટમાં નિર્ધારિત સમયમાં ઓવર પુરી નહીં થાય તો બેટીંગ કરનારી ટીમને મળશે વધારાના 5 રન

T20 અને ODI ફોર્મેટમાં નિર્ધારિત સમયમાં ઓવર પુરી નહીં થાય તો બેટીંગ કરનારી ટીમને મળશે વધારાના 5 રન

0
Social Share

આપણે ઘણીવાર જોયું છે કે ક્રિકેટ મેચોમાં ટીમો સમયસર ઓવર પૂરી કરી શકતી નથી અને મેચ નિર્ધારિત સમય કરતા ઘણી મોડી સમાપ્ત થાય છે. પરંતુ હવે ICC સમય બગાડનારી ટીમો સામે કાર્યવાહી કરવાના મૂડમાં છે. વાસ્તવમાં, ICC આ મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. આ પછી, જો ટીમો T20 અને ODI ફોર્મેટમાં સમય બગાડે છે અને નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરી શકતી નથી, તો વિરોધી ટીમને 5 પેનલ્ટી રન મળશે. મતલબ કે બેટિંગ કરનાર ટીમના સ્કોરમાં 5 રન ઉમેરાશે

જોકે, ડિસેમ્બર 2023માં ટ્રાયલ તરીકે આ નિયમ પહેલીવાર અજમાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ફિલ્ડિંગ કરનાર ટીમે ઓવર પૂરી થયાની 60 સેકન્ડની અંદર આગલી ઓવરનો પહેલો બોલ ફેંકવાનો હતો. આ માટે ગ્રાઉન્ડ પર ડિજિટલ ડિસ્પ્લે લગાવવામાં આવશે, જેથી ફિલ્ડિંગ ટીમના કેપ્ટન અને ખેલાડીઓ સમયને સારી રીતે મેનેજ કરી શકે. વાસ્તવમાં, ICCનું માનવું છે કે T20 અને ODI ફોર્મેટની મેચો સમયસર ખતમ થવી જોઈએ, આ માટે આ નિયમ જરૂરી છે, આ નિયમને સ્ટોપ ક્લોક નિયમ નામ આપવામાં આવ્યું છે.

જો ફિલ્ડિંગ ટીમ ઓવર પૂરી થયા પછી 60 સેકન્ડ સુધી નવી ઓવરનો પહેલો બોલ ફેંકવામાં નિષ્ફળ જશે તો બેટિંગ કરનાર ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળશે. જો કે, આ નિયમ હેઠળ, બેટિંગ ટીમને પેનલ્ટી રન આપતા પહેલા ફિલ્ડિંગ ટીમને બે વાર ચેતવણી આપવામાં આવશે. પરંતુ આ પછી પણ જો આમ થશે તો બેટિંગ કરનાર ટીમના સ્કોરમાં 5 પેનલ્ટી રન ઉમેરાશે. જો કે હજુ સુધી આ નિયમ સત્તાવાર રીતે લાગુ કરવામાં આવ્યો નથી, પરંતુ ICC કમિટી આ મુદ્દે નિર્ણય લેશે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે એપ્રિલથી આંતરરાષ્ટ્રીય T20 અને ODI મેચોમાં સ્ટોપ ક્લોકનો નિયમ લાગુ કરવામાં આવશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code