મારા માટે તમામ માતા, બહેન અને દીકરી શક્તિનું સ્વરૂપ, અને હું તેમની પુજા કરું છું: PM મોદી
બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપા દક્ષિણ ભારતમાં પોતાની પકડને મજબુત કરવાના પ્રયાસ કરી રહી છે. તમિલનાડુ અને કેરલમાં રેલીને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા પહોંચ્યા હતા. તેલંગાણામાં જગતિયાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એક બેઠકને સંબોધિત કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના શક્તિવાળા નિવેદન ઉપર પલટવાર કરતા જણાવ્યું હતું કે, મારા માટે તમામ માતા અને દીકરી શક્તિનું રૂપ છે અને તેમની પૂજા કરું છું.
ઈડી ગઠબંધન ઉપર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે મુંબઈમાં ઈડી ગઠબંધનની એક રેલી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ તેમની પ્રથમ મહત્વપૂર્ણ રેલી હતી. રાહુલ ગાંધીના શક્તિવાળા નિવેદન મામલે તેમણે કહ્યું હતું કે, દરેક માતા, બહેન અને દીકરી શક્તિના રૂપમાં છે હું શક્તિના રૂપની પુજા કરું છું. હું ભારત માતાનો પુજારી છું. તેમના ઘોષણાપત્રમાં શક્તિને ખત્મ કરવાની વાત કરાઈ છે પરંતુ હું આ પડકારનો સ્વિકાર કરું છું. હું જીવની બાજી લગાવી દઈશ.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, શું કોઈ શક્તિની વિનાશ અંગે વાત કરી શકે છે? અમે ચંદ્રયાન મિશનની સફળતાના તે બિંદુનું નામ આપીને સમર્પિત કર્યું, જ્યાં ચંદ્રયાન ઉતર્યું હતું. અમે આ બિંદુને શિવશક્તિનું નામ આપ્યું છે. આ લડાઈ શક્તિને નષ્ટ કરનારાઓ અને શક્તિની પુજા કરનાર વચ્ચે છે. મુકાબલો ચાર જૂનથી થશે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ શરૂ થઈ ચુક્યો છે અને 13મી મેના રોજ તેલંગાણામાં મતદાતા ઈતિહાસ લખશે.