ગોંડલના માર્કેટ યાર્ડમાં ધાણાની સવા લાખ ગૂણીની આવક, વાહનોની લાગી લાંબી લાઈનો
રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક થઈ રહી છે. સારા ભાવ મળતા હોવાને લીધે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો માલ વેચવા માટે આવે છે. ઘાણાની સવા લાખ બોરીની એક જ દિવસમાં આવક થતાં યાર્ડમાં મેદાન ટુંકું પડતા વેપારીઓની દુકાનો પાસે ધાણા ભરેલા કોથળા ઉતારવાની ફરજ પડી હતી. બુધવારે પણ યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી, હરરાજીમાં 20 કિલો ધાણાના ભાવ રૂ.1000થી 2100 અને ધાણીનો ભાવ 1100થી 2500 સુધીના ખેડૂતોને મળ્યો હતો.
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણાની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ હતી. ગત દિવસે યાર્ડની બન્ને બાજુ 6થી 7 કિલોમીટર સુધી ધાણા ભરેલા 1400થી વધુ વાહનોની લાઈનો લાગી હતી અને યાર્ડ ધાણાથી હાઉસફૂલ થયું છે. ધાણાની આવકને લઈને યાર્ડનું ગ્રાઉન્ડ ટૂંકું પડતા વેપારીની દુકાનો પાસે ધાણા ઉતારવાની ફરજ પડી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલ ધાણાની આવક બંધ કરવામાં આવી છે. એક જ દિવસમાં સવા લાખ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી. યાર્ડની બન્ને બાજુ ધાણા ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ધાણા ઉતારવામાં યાર્ડની જગ્યા ટૂંકી પડી હતી. ધાણાની હરરાજીમાં 20 કિલો ધાણાના ભાવ રૂ.1000થી 2100 અને ધાણીનો ભાવ 1100થી 2500 સુધીના ખેડૂતોને મળ્યો હતો. ધાણાની પુષ્કળ આવકના કારણે શેડ બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા વેચવા માટે ખેડૂતો પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લામાંથી ગોંડલ યાર્ડમાં આવી પહોંચે છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધાણાની આવક વધુ થવાની શક્યતા દેખાઈ રહી છે.