SBIએ ચૂંટણી પંચને સોંપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો યૂનિક નંબર્સ સાથેનો ડેટા, SCએ આપ્યો હતો ઠપકો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આકરા ઠપકા બાદ આખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ જાણકારી ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ ડેટામાં યૂનિક નંબર્સ પણ છે, તેનાથી એ જાણકારી મેળવવી આસાન હશે કે આખરે કોણે ક્યાં રાજકીય પક્ષને ચૂંટણી ફંડ આપ્યું છે. એસબીઆઈએ એફિડેવિટ પણ દાખલ કર્યું છે. એફિડેવિટે એક પોઈન્ટમાં લખ્યું છે કે એસબીઆઈએ સમ્માનપૂર્વક તમામ ડિટેલ્સનો ખુલાસો કર્યો છે અને હવે (એકાઉન્ટ નંબર્સ અને કેવાઈસી ડિટેલ્સ)ને બાદ કરતા કોઈ અન્ય જાણકારી રોકવામાં આવી થી. માનવામાં આવે છે કે કેટલાક સમય બાદ હવે યૂનિક નંબર્સની સાથે ઈલેક્ટોરલ બોન્ડની જાણકારી ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે સોમવારે એસબીઆઈને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ ડિટેલ્સનો ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમાં ખરીદીની તારીખ, ખરીદદાર અને પ્રાપ્તકર્તા, મૂલ્યવર્ગ અને રાજકીય દાન કરવા માટે વાપરવામાં આવતા અલ્ફાન્યૂમેરિક સીરિયલ કોડ સામેલ છે. સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાને ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધી એક એફિડેવિટ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો, તેમાં કહેવામાં આવ્યું કે તમામ જાણકારીઓનો ખુલાસો કરવામાં આવ્યો છે અને કોઈપણ જાણકારી છૂપાવામાં આવી નથી.
કોર્ટે 15 ફેબ્રુઆરીએ ઈલેક્ટોરલ બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને તેને રદ્દ કરી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સીજેઆઈ ડી.વાઈ. ચંદ્રચૂડે કહ્યુ હતુ કે તેમાં કોઈ શંકા નથી કે એસબીઆઈને તમામ ઉપલબ્ધ જાણકારી પ્રસ્તુત કરવી જરૂરી છે. તેમાં ખરીદવામાં આવેલા બોન્ડની અલ્ફાન્યૂમેરિક સંખ્યા અને સીરિયલ નંબર, જે કોઈ હોય સામેલ છે. મહત્વપૂર્ણ છે કે અલ્ફાન્યૂમેરિક કોડથી જ બોન્ડની ખરીદી અને પ્રાપ્તકર્તા રાજકીય પક્ષની વચ્ચેના સંબંધની જાણકારી મળી શકશે.