ઈલેક્ટોરલ બોન્ડ મામલે SBIએ ચૂંટણીપંચને માહિતી પુરી પડી
નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડ મામલે સ્ટેટ બેંકના ચેરમેનએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવીટ ફાઈલ કરી હતી. એફિડેવીટમાં જણાવ્યું હતું કે, બોન્ડ મામલામાં 18મી માર્ચના આદેશનું પાલન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચને ખરીદાયેલા અને કેશ કરાવાયેલા તમામ ઈલેક્ટોરલ બોન્ડની પુરી જાણકારી ઉપલબ્ધ કરાવાઈ છે. એફિડેવીટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ બોન્ડના નંબર પણ જણાવાયાં છે.
સુપ્રીમ કોર્ટે એસબીઆઈને એફિડેવીટ ફાઈલ કરવા માટે 21મી માર્ચના સાંજના 5 કલાક સુધીનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 18મી માર્ચના રોજ એસબીઆઈને પોતાની પાસેના ચૂંટણી બોન્ડની તમામ વિવરણોનો ખુલાસો કરવા કહ્યું હતું. દરમિયાન એસબીઆઈએ આજે સર્વોચ્ચ અદાલતમાં એફિડેટીવ ફાઈલ કરી હતી. ચૂંટણીપંચને એસબીઆઈએ બોન્ડ ખરીદનારના નામ, બોન્ડના નંબર અને રકમ, બોન્ડ કેસ કરવનાર પાર્ટીનું નામ, રાજકીય પાર્ટીના બેંક એકાઉન્ટના અંતિમ ચાર નંબર, વટાવાયેલા બોન્ડનો નંબર અને રકમ પુરી પાડી છે.
SBIએ એફિડેવીટમાં જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીના બેંક ખાતા નંબર અને કેવાયસીની જાણકારી સાર્વજનિક નથી કરી રહ્યાં કેમ કે, સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરાઈ છે. આવી જ રીતે સુરક્ષાને કારણોસર બોન્ડર ખરીદનારાઓના કેવાયસી વિવરણ પણ સાર્વજિનિક કરાયાં નથી. આવી જાણકારી સિસ્ટમમાં ફીડ કરી ના શકાય. બેંકના ચેરમેન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તેમની પાસે કેવાયસી વિવરણ અને પુરા બેંક ખાતા નંબર ઉપરાંત ચૂંટણી બોન્ડને લઈને કોઈ જાણકારી નથી.